શોધખોળ કરો

Siddhu Moosewala Profile:  પંજાબી ગીતથી દિલ જીત્યું, રાજકારણમાં હાથ અજમાવ્યો, જાણો કોણ હતા સિદ્ધુ મૂસેવાલા

પંજાબી ગાયક સિદ્ધુ સિંહ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં હુમલાખોરોએ મૂસેવાલા પર ફાયરિંગ કર્યું હતું.

Sidhu Moosewala Shot Dead: પંજાબી ગાયક સિદ્ધુ સિંહ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામમાં હુમલાખોરોએ મૂસેવાલા પર ફાયરિંગ કર્યું હતું. મૂસેવાલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા  જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સિદ્ધુ સિંહ મૂસેવાલા તાજેતરમાં જ રાજકારણમાં જોડાયા હતા અને સિદ્ધુ સાથેની નિકટતાને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા. મૂસેવાલા માણસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેનો પરાજય થયો હતો. 

17 જૂન 1993ના રોજ જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલા માનસા જિલ્લાના મૂસ વાલા ગામના રહેવાસી હતા. મૂસવાલાના લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે અને તે તેના ગેંગસ્ટર રેપ માટે પ્રખ્યાત હતો. મૂસેવાલાના પિતા ભોલા સિંહ ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે અને માતા ચરણ કૌર ગામના સરપંચ છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેઓ તેમના કોલેજના દિવસોમાં સંગીત શીખ્યા અને પછી કેનેડા ગયા. પ્રખ્યાત પંજાબી ગીતોથી ઓળખ બનાવનાર સિદ્ધુ મૂસેવાલા સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયકોમાંના એક તરીકે પણ જાણીતા હતા. એવો આરોપ હતો કે મૂસેવાલાએ ખુલ્લેઆમ બંદૂક સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. સપ્ટેમ્બર 2019માં રિલીઝ થયેલા તેમના ગીત 'જટ્ટી જિયોને મોડ દી બંદૂક વારગી'એ 18મી સદીના શીખ યોદ્ધા માઈ ભાગોના સંબંધમાં વિવાદ ઊભો કર્યો હતો. મૂસેવાલાએ બાદમાં માફી માંગી હતી.

વિવાદોથી ઘેરાયેલા રહેલા મૂસેવાલા એક અન્ય ગીત 'સંજૂ'એ પણ જુલાઈ 2020માં વિવાદ સર્જ્યો હતો.  આ ગીત  AK-47 ફાયરિંગ કેસમાં સિદ્ધૂ મૂસેવાલાને જામીન મળ્યા બાદ આ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર રિલીઝ થયેલા ગીતમાં તેણે પોતાની તુલના અભિનેતા સંજય દત્ત સાથે કરી હતી. મે 2020 માં, બરનાલા ગામમાં ફાયરિંગ રેન્જમાં ફાયરિંગની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ કેસમાં સિદ્ધુ મૂસેવાલા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, બાદમાં સંગરુરની કોર્ટે તેને જામીન આપી દીધા હતા. મૂસેવાલા સિદ્ધુ સિંહ મુસેવાલા માનસાથી ચૂંટણી હારી ગયા હતા, ડિસેમ્બર 2021માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને આમ આદમી પાર્ટીના વિજય સિંગલાએ હરાવ્યા હતા. વિજય સિંગલાએ મૂસેવાલાને 63,323 મતોથી હરાવ્યા હતા.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

Embed widget