Jalgaon Train Accident: આગની અફવા ફેલાતાં જ ચાલું ટ્રેનમાંથી કુદ્યા મુસાફરો, 11ના મોત, અનેક ઘાયલ
Jalgaon Train Accident: મહારાષ્ટ્રના જલગાંવમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે. આગની અફવા પછી, મુસાફરો ડરી ગયા અને ટ્રેનમાંથી કૂદી પડ્યા જે બાદ બીજા ટ્રેક પર આવતી ટ્રેને તેને કચડી નાખ્યા.

Jalgaon Train Accident: મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન પર બુધવારે (22 જાન્યુઆરી) એક મોટી દુર્ઘટના બની હતી. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા બાદ અહીં ભાગદોડ મચી ગઈ હતી. આગના ડરથી મુસાફરો પુષ્પક એક્સપ્રેસમાંથી કૂદી પડ્યા. આ પછી, બીજા ટ્રેક પરથી પસાર થતી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને કચડી નાખ્યા.
महाराष्ट्र: पुष्पक एक्सप्रेस के कम से कम 8 यात्री दूसरी तरफ से आ रही कर्नाटक एक्सप्रेस की चपेट में आ गए। यात्रियों को गंभीर चोटें आई हैं। अधिक जानकारी की प्रतीक्षा है। https://t.co/3R6ezOUxH0
— ANI_HindiNews (@AHindinews) January 22, 2025
આ ઘટના મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસના જલગાંવ અને પરાંડા સ્ટેશનો વચ્ચે બની હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે ટ્રેન ચાલુ હતી ત્યારે લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા કારણ કે ટ્રેનમાં આગ લાગી હતી અને બેંગલુરુ એક્સપ્રેસ તેની આગળ દોડી રહી હતી.
Train runs over passengers of other train who had stepped on tracks after chain pulling in Maharashtra's Jalgaon district: Official
— Press Trust of India (@PTI_News) January 22, 2025
આ અકસ્માત બુધવારે મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન પર થયો હતો. આમાં, પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા બાદ મુસાફરો ડરી ગયા અને ટ્રેનમાંથી કૂદી પડ્યા. આ પછી, બીજા ટ્રેક પર આવી રહેલી ટ્રેને ઘણા લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે B4 બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન, એક અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે. લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ. જેથી આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસની ઝપેટમાં આવી ગયા. જેમાં 11 લોકોના મોત થયાના અહેવાલ છે.
રેલવે અધિકારીઓએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. મધ્ય રેલવેના ભુસાવળ વિભાગનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો, જેના કારણે ટ્રેક પર બેઠેલા મુસાફરો ટ્રેનના આવવાનો ખ્યાલ ન રહ્યો અને તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યા.
આ પણ વાંચો...
Arvind kejriwal News:અરવિંદ કેજરીવાલે મોદી સરકારને મધ્યમ વર્ગ માટે કરી, આ મોટી માંગણી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
