શોધખોળ કરો
Advertisement
રાફેલ ડીલઃ SCનો નિર્ણય સુધારવા સરકારે કરી એફિડેવિટ, કહ્યું- દસ્તાવેજોને કોર્ટ ખોટી રીતે સમજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાફેલ પર રાજકીય ઘમાસાણ જારી છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર જુઠ્ઠું બોલી છે અને કોર્ટેને ખોટી માહિતી આપી ગુમરાહ કરી રહી છે કે PAC(પબ્લિક અકાઉન્ટ કમિટી)એ CAGનો રિપોર્ટ જોયો છે. પરંતુ કૉંગ્રેસનો દોવા છે કે CAGનો રિપોર્ટ PACને મળ્યો જ નથી. આ વિવાદ વધતા હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં તથ્યાત્મક સુધારો કરવાની અપીલ કરી છે.
રાફેલ ડીલ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાના 25માં ફકરામાં સુધારો કરવાની અપીલ કરી છે. સરકારે કહ્યું કે સીલબંધ કવરમાં કોર્ટને આપેલા દસ્તાવેજ કોર્ટ ખોટી રીતે સમજી છે. જેના કારણે નિર્ણય બાદ વિવાદ થયો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે PACએ રિપોર્ટ જોઈ લીધો છે. પરંતુ તેની જગ્યાએ PAC રિપોર્ટ જોશે, એવું હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે મોદી સરકારને શુક્રવારે ક્લીન ચીટ આપી હતી. સાથે કોર્ટે આ મામલે તપાસની માગ કરતી તમામ અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટેના વડપણ હેઠળ આ ડીલને લઈને તપાસ કરવાની માગ કરતી અરજીઓ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરબો ડોલર કિંમતના રાફેલ ડીલમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકા કરવાનું કોઈ કારણ નથી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષ દળો સરકાર પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવી રહ્યા છે. કૉંગ્રેસે દોવા કર્યો છે કે CAGનો રિપોર્ટ PACને મળ્યો જ નથી. PAC(પબ્લિક અકાઉન્ટ કમિટી)ના ચેરમેન મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે આરોપ લગાવ્યો કે સરકારે CAG નો રિપોર્ટને લઇને સુપ્રીમ કોર્ટમાં જુઠ્ઠું બોલી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આરોપ લગાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએસીને કેગની રિપોર્ટ આપવામાં આવી છે. જો કે પીએસીને કોઈ પણ રિપોર્ટ મળ્યો નથી. આ કેવી રીતે શક્ય બની શકે, જો કેગ રિપોર્ટ નિર્ણયનો પાયો છે તો તે પીએસીમાં કોઈને પણ દેખાયો નથી પરંતુ સુપ્રીમ કોર્ટમાં દેખાયો? તેમણે કહ્યું કે, જ્યારે કોઈ જુઠ્ઠુ બોલે છે તો તે ક્યાંકને ક્યાંક નજર આવી જાય છે. હવે સરકાર અમને જણાવે કે CAGનો રિપોર્ટ ક્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement