શોધખોળ કરો

રાફેલ પર નવા ખુલાસા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ- વડાપ્રધાન ભ્રષ્ટ અને અનિલ અંબાણીના ચોકીદાર છે

નવી દિલ્હીઃ રાફેલ ડીલને લઇને થયેલા નવા ખુલાસા બાદ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને નિશાન બનાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું દેશના યુવાઓને કહેવા માંગુ છું કે હિન્દુસ્તાનના વડાપ્રધાન ભ્રષ્ટ છે. રાફેલ મામલામાં વડાપ્રધાન મોદી પર આરોપ લાગી રહ્યા છે પરંતુ તેઓ ચૂપ છે. રાહુલ ગાંધીએ અનિલ અંબાણીનો ફાયદો પહોચાડવાની વાત કરી હતી. રાહુલે કહ્યુ કે, વડાપ્રધાને 30 હજાર કરોડ રૂપિયા એરફોર્સ પાસેથી લઇને અનિલ અંબાણીના ખિસ્સામાં આપી દીધા. નોંધનીય છે કે  આ અગાઉ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ચોર કહ્યા હતા. કોગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાફેલ પર અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, હિન્દુસ્તાનના વડાપ્રધાને તેમને કહ્યુ હતું કે, અનિલ અંબાણીને રાફેલનો કોન્ટ્રાક્ટ મળવો જોઇએ. હવે રાફેલ કંપનીની સીનિયર એક્ઝીક્યુટિવે પણ આ વાત કરી છે. તેણે કહ્યું કે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાફેલ સીનિયર એક્ઝીક્યૂટિવે એ સ્પષ્ટ વાત કરી હતી કે વડાપ્રધાને અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાનને અમે લોકસભામાં સવાલ પૂછ્યા હતા. આખો દેશ રાફેલને લઇને વાત કરી રહ્યો છે. વડાપ્રધાન એક પણ શબ્દ બોલતા નથી. સાંભળ્યું છે કે નિર્મલા સીતારમણ ફ્રાન્સ ગયા છે. ખબર નથી કે એટલી ઇમરજન્સી શું આવી ગઇ  કે સંરક્ષણ મંત્રીએ ફ્રાન્સ જઇને દસોલ્ટ ફેક્ટરી જવાના છે. તમે કલ્પના કરી શકો છો કે શું થઇ રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, 30 હજાર કરોડ રૂપિયા હિન્દુસ્તાનના વડાપ્રધાને અનિલ અંબાણીના ખિસ્સામાં આપી દીધા છે. વડાપ્રધાને કહ્યુ હતું કે હું વડાપ્રધાન નથી ચોકીદાર બનવા માંગું છું. હવે ખ્યાલ આવ્યો કે તેઓ અંબાણીના વડાપ્રધાન છે. આ હિન્દુસ્તાનના વડાપ્રધાન છે. તમારા વડાપ્રધાન અનિલ અંબાણીની ચોકીદારી કરી રહ્યા છે. આનાથી સ્પષ્ટ કરપ્શન કેસ થઇ ના શકે. ફ્રાન્સની મીડિયાએ રાફેલ ડીલને લઇને ખુલાસો કર્યો હતો કે દસોલ્ટ કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સિવાય કોઇ વિકલ્પ આપવામાં આવ્યો નહોતો. જોકે, કંપનીએ આ પ્રકારની કોઇ વાત હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યુ હતું કે, કંપની કોઇ પણ ભારતીય કંપનીની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
Embed widget