Rahul Gandhi Supports Virat kohli: વિરાટ કોહલીને મળ્યો રાહુલ ગાંધીનો સાથ, જાણો શું કહ્યું ?
પાકિસ્તાન સામેની હાર બાદ બોલર મોહમ્મદ શમી પર નિશાન સાધવામાં આવ્યું હતું ત્યારે રાહુલે ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું હતું.
Rahul Gandhi Backs Team India: T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શરમજનક રહ્યું છે, ત્યારબાદ ફેન્સને ટીમના ખેલાડીઓ પ્રત્યે જોરદાર ગુસ્સો છે. પાકિસ્તાન સામે મેચ હાર્યા બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો, જેનો વિરાટ કોહલીએ બચાવ કર્યો હતો. આ સિવાય વિરાટ કોહલીની દિકરીને પણ રેપની ધમકી આપવામાં આવી.
આ બધા વચ્ચે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરાટ કોહલીના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું, પ્રિય વિરાટ, આ લોકો નફરતથી ભરેલા છે કારણ કે કોઈ તેમને પ્રેમ નથી આપતા. તેને માફ કરી દો. ટીમને બચાવો.'
આ પહેલા પણ જ્યારે પાકિસ્તાન સામેની હાર બાદ બોલર મોહમ્મદ શમી પર નિશાન સાધવામાં આવ્યું હતું ત્યારે રાહુલે ટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું હતું.
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પણ કોહલીનું સમર્થન કર્યું હતું. ઈન્ઝમામે કોહલીની પુત્રીને ધમકી આપનારાઓ પર પ્રહારો કર્યા અને તેને શરમજનક ગણાવ્યું હતું. ઈન્ઝમામે કહ્યું કે તમને કોહલીની બેટિંગ અથવા તેની કેપ્ટનશિપની ટીકા કરવાનો પૂરેપૂરો અધિકાર છે, પરંતુ કોઈને પણ ક્રિકેટરના પરિવારને નિશાન બનાવવાનો અધિકાર નથી.
બે મેચમાં હાર બાદ T20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયા હવે સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાની આરે પહોંચી ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. આ દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની 9 મહિનાની દીકરી વામિકાને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ધમકી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાહકોએ તેની સખત નિંદા કરી અને આવા લોકોને જેલમાં મોકલવાની માંગ કરી. દિલ્હી મહિલા આયોગે વિરાટ કોહલીની પુત્રીને ટ્વિટર પર બળાત્કારની ધમકીઓ મળવાની નોંધ લીધી છે. દિલ્હી મહિલા આયોગ દ્વારા પોલીસને નોટિસ મોકલવામાં આવી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને ખૂબ જ શરમજનક ગણાવી છે.