શોધખોળ કરો
Advertisement
CAA-NRC વિરુદ્ધ પ્રદર્શનો દરમિયાન પશ્વિમ બંગાળમાં રેલવેને થયું 84 કરોડ રૂપિયાનું નુકસાન
કોલકત્તા હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલા રિપોર્ટમાં રેલવેએ આ જાણકારી આપી છે.
કોલકત્તાઃ ભારતીય રેલવે દાવો કર્યો હતો કે પશ્વિમ બંગાળમાં 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ થયેલા પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં તેને 84 કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. કોલકત્તા હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલા રિપોર્ટમાં રેલવેએ આ જાણકારી આપી છે.
પૂર્વ રેલવેએ મુખ્ય ન્યાયાધીશ ટી.બી એન રાધાકૃષ્ણન અને જસ્ટિસ એ બેનર્જીની બેન્ચ સમક્ષ શુક્રવારે એક એફિડેવિટ દાખલ કરી કહ્યું કે, વિરોધ પ્રદર્શનના કારણે તેને 72.2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ 46 કરોડ રૂપિયાનું નુકસાન સિયાલદહ ડિવીઝનમાં થયું છે. તે સિવાય માલદા ડિવિઝનમાં 24.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
દક્ષિણ પૂર્વી રેલવેએ એક એફિડેવિટમાં કહ્યું હતું કે, તેને 12.75 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મામલાની આગામી સુનાવણી ચાર સપ્તાહ બાદ યોજાશે. તે નાગરિકતા સંશોધન કાયદા અને કલમ 370 પર હવે એક ઓપન યુનિવર્સિટીએ જાગરૂકતા પાઠ્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બંન્ને કાયદાઓ પર સંભવત આ પ્રથમ અભ્યાસક્રમ છે. જાન્યુઆરી 2020થી અભ્યાસક્રમ લાગુ કરી દેવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement