શોધખોળ કરો

Weather Forecast: રાજયમાં આકરી ગરમી વચ્ચે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી

સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે, 2026 સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે.

Weather Forecast:રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આગામી એક સપ્તાહ સુધી લોકો અંગ દઝાડતી ગરમીનો સામનો કરશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદમાં આજે તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું હતું. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

અમદાવાદ  43.7
કંડલા એરપોર્ટ 43.3
અમરેલી  43.1
રાજકોટ  43
સુરેંદ્રનગર  42.8
ગાંધીનગર  42.3
ડીસા   41.4
ભુજ   40.8
વડોદરા  40.2
ભાવનગર  40.2

એક તરફ ગરમીનો કહેર યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી છે. આવતીકાલથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.કાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે.આ ઉપરાંત નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને છુટછવાયા વરસાદનું અનુમાન  વ્યક્ત કરવામાં આવ્યું છે. ગરમી વચ્ચે વરસાદની આગાહીને કારણે લોકોને થોડોક રાહતનો અનુભવ થઈ શકે છે.

કેરળમાં ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે આવશે?

સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે, પરંતુ આ વખતે તે 26 મે, 2026 સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા છે. IMD અનુસાર, આ તારીખ 22 મે અને 26 મે વચ્ચેની આવી શકે છે, કારણ કે આ આગાહીઓ 4 દિવસમાં ફેરફાર થઇ  શકે છે. 2025 માં, ચોમાસુ 24 મે ના રોજ કેરળ પહોંચ્યું હતું, જે તાજેતરના વર્ષોમાં સૌથી વહેલા આગમનમાંનું એક છે.

હાલમાં, ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોને પાર કરી ગયું છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ચોમાસુ વહેલું આવી શકે છે, પરંતુ તેની શરૂઆત ખૂબ મજબૂત અને વ્યવસ્થિત હોવાની અપેક્ષા નથી. સ્કાયમેટ વેધરના સ્થાપક અને અધ્યક્ષ જતીન સિંહના જણાવ્યા અનુસાર, "ચોમાસાની શરૂઆત નબળી અને અસંગઠિત હોવાની શક્યતા છે. ભારતમાં અર્થપૂર્ણ ચોમાસાનો વરસાદ સામાન્ય રીતે જૂનમાં શરૂ થાય છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget