શોધખોળ કરો

Rajasthan Assembly Elections 2023: રાજસ્થાનમાં CMના ચહેરાને લઈને સચિન પાયલટે કર્યો ધડાકો

Rajasthan Assembly Elections 2023: કોંગ્રેસ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર પાછા ફરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. આ સાથે જ રાજ્યના રાજકારણમાં કોંગ્રેસને લગતા આવા અનેક પ્રશ્નો છે, જે અવારનવાર મતદારોના મનમાં આવે છે.

Rajasthan Assembly Elections 2023: કોંગ્રેસ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર પાછા ફરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. આ સાથે જ રાજ્યના રાજકારણમાં કોંગ્રેસને લગતા આવા અનેક પ્રશ્નો છે, જે અવારનવાર મતદારોના મનમાં આવે છે. તેમાંથી એક સવાલ એ છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ તરફથી સીએમ ચહેરો કોણ હશે. અશોક ગેહલોત, સચિન પાયલટ કે અન્ય કોઈ. તે જ સમયે, પાઇલટે આ અંગે નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પાઈલટે ઘણા મુદ્દાઓ પર વાત કરી છે. આ સિવાય તેમણે અશોક ગેહલોત સાથેના કથિત અણબનાવ પર પણ ખુલીને વાત કરી હતી. આવો જાણીએ શું કહ્યું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ.

પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પાઈલટે કહ્યું કે, ક્યારેક અલગ-અલગ મંતવ્યો હોઈ શકે છે અને મતભેદ હોઈ શકે છે, પરંતુ એક જીવંત રાજકીય પક્ષમાં, જો આ ચર્ચાઓ અને સંવાદો ન થાય, તો પાર્ટીમાં કોઈ ઉર્જા પણ થી રહેતી. તેનો વિરોધ અમે  એટલા માટે  નથી કરતા  કે તમને મારો દેખાવ ગમતો નથી અથવા મને તમારો દેખાવ પસંદ નથી. જો કોઈની સાથે મતભેદ હોય તો તે મુદ્દા આધારિત છે. જો મુદ્દાઓ ઉકેલાઈ જાય તો આ અણબનાવનો કોઈ મતલબ નથી.

પક્ષ અને જનતા સૌથી મોટા
બીજી તરફ સીએમ ગેહલોત અંગે સચિન પાયલોટે કહ્યું કે અશોક ગેહલોત મારા કરતા મોટા છે, તેમની પાસે મારા કરતા વધુ અનુભવ છે. તેના ખભા પર મોટી જવાબદારી છે. જ્યારે હું પ્રમુખ હતો ત્યારે તમામને સાથે લઈ જવાનો મારો પ્રયાસ હતો અને આજે તેઓ સીએમ છે, તેઓ પણ અમને બધાને સાથે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ક્યાંક થોડુ આગળ અને ક્યાંક પાછળ હોય તો પણ મને નથી લાગતું કે તે કોઈ મોટી સમસ્યા છે. કારણ કે કોઈ વ્યક્તિ વિષેશ કરતા પક્ષ અને જનતા સૌથી મોટા છે. આ વાત હું અને તેઓ સમજીએ છીએ.

સીએમના ચહેરા પર આપવામાં આવ્યું નિવેદન
સાથે જ સચિન પાયલોટે મુખ્યમંત્રીના ચહેરા અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, દશકોથી કોંગ્રેસ પાર્ટી ક્યારેય સીએમ ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી નથી. વર્ષ 2018માં હું કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ હતો અને અમે સાથે મળીને ચૂંટણી લડી હતી. બાદમાં જે પણ નિર્ણય લેવામાં આવ્યો તે સામે છે. ભવિષ્યમાં શું થશે તે ખૂબ જ સ્પષ્ટ છે કે અમે સાથે ચૂંટણી લડીશું અને ચૂંટણી જીત્યા પછી તે નક્કી કરવામાં આવશે કે કોને તક આપવામાં આવશે, પરંતુ તે મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે અમે ચૂંટણી કેવી રીતે જીતીએ છીએ. લોકસભાની ચૂંટણી પણ નજીક છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે તેને જીતવા માટે અમારા તમામ પ્રયાસો કરીશું.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget