શોધખોળ કરો
Advertisement
સચિન પાયલટ કહેતો હતો- 'હું રિંગણ વેચવા નથી આવ્યો': CM અશોક ગેહલોત
ગેહલોતે કહ્યું, સચિન પાયલટ વિરુદ્ધમાં કોઈ એક શબ્દ નહોતું બોલ્યું. મેં બધાને પાયલટનું સન્માન કરવા કહ્યું હતું તેમ છતાં પીઠમાં છરો ભોંક્યો. જે રમત અત્યારે થઈ તે પહેલા થવાની હતી.
જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, સચિન પાયલટ છ મહિના પહેલા જ બીજેપી સાથે મળીને કાવતરું રચી રહ્યો હતો. ગેહલોતે સચિન પાયલટનો ઉલ્લેખ કરી રહ્યું, તે (પાયલટ) નેતાઓને કહી રહ્યો હતો કે હું રિંગણ વેચવા નથી આવ્યો, સીએમ બનવા આવ્યો છું.
ગેહલોતે કહ્યું, સચિન પાયલટ વિરુદ્ધમાં કોઈ એક શબ્દ નહોતું બોલ્યું. મેં બધાને પાયલટનું સન્માન કરવા કહ્યું હતું તેમ છતાં પીઠમાં છરો ભોંક્યો. જે અત્યાર થયું તે રમત પહેલા થવાની હતી.
મુખ્યમંત્રીએ આગળ કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ બનવાનું સપનું જોયું અને મુંબઈના કોર્પોરેટ હાઉસ તેમને સ્પોન્સર કરે. કોર્પોરેટ મંત્રી રહ્યા છે તેઓ, તેમણે હરીશ સાલ્વેને પોતાના વકીલ તરીકે રાખ્યા. જેમની ફી 50 લાખ રૂપિયા હોય છે. આ પૈસા કોણ આપી રહ્યું છે?પાયલટ સાહેબ આપી રહ્યા છે? મોદીજીને ખુશ કરવા માટે ષડયંત્ર થઈ રહ્યું છે. કોંગ્રેસ સરકાર ઉથલાવવાનું મોટું કાવતરું થઈ રહ્યું છે.
અશોક ગેહલોતે કહ્યું અમને ખબર હતી કે સચિન પાયલટ નકામા છે; કંઈ કામ નથી કરતા,ખાલી લોકોને લડાવી રહ્યા છે તેમ છતા અમે પાયલટના માન સન્માનમાં કોઈ ખામી નથી રાખી, પરંતુ તેમણે ગંદી રમત રમી છે.પાયલટની ચાલ અને ચહેરો સામે આવી ગયો છે. ધારાસભ્યોને ગુડગાંવમાં બંધક બનાવાયા છે.
થોડા દિવસ પહેલા સચિન પાયલટે બળવો કર્યો હતો. જે બાદ તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના જૂથના 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવતી નોટિસ ફટકારાઈ હતી. આ નોટિસને પાયલટે રાજસ્થાન હાઇકોર્ટમાં પડકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement