શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન હાઈકોર્ટે કૉંગ્રેસમાં સામેલ BSPના છ ધારાસભ્યો અને વિધાનસભા અધ્યક્ષને નોટિસ પાઠવી
હાઈકોર્ટે આજે સુનાવણી કરતા કૉંગ્રેસમાં વિલયને લઈને બસપાના છ ધારાસભ્યો અને વિધાનસભા અધ્યક્ષને નોટિસ ફટકારી છે.
જયપુર : રાજસ્થાન હાઈકોર્ટે ભાજપના એક ધારસભ્યની એ અરજી પર આગળની સુનાવણી શરૂ કરી છે, જેમાં તેમણે બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યોના કૉંગ્રેસમાં સામેલ થવાની વિરૂદ્ધમાં ફરિયાદને ફગાવી દેવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પડકાર્યો છે.
હાઈકોર્ટે આજે સુનાવણી કરતા કૉંગ્રેસમાં વિલયને લઈને બસપાના છ ધારાસભ્યો અને વિધાનસભા અધ્યક્ષને નોટિસ ફટકારી છે. ભાજપ ધારાસભ્ય મદન દિલાવરે બસપાના છ ધારાસભ્યોના કૉંગ્રેસમાં વિલયને લઈને એક ફરિયાદ વિધાનસભા અધ્યક્ષ સી પી જોશીને આ વર્ષે માર્ચમાં આપી હતી, જેને તેમણે 24 જુલાઈએ ફગાવી દિધી હતી.
દિલાવરે ત્યારે વિધાનસભા અધ્યના નિર્ણયને પડકારતા એક રિટ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે વિધાનસભા અધ્યક્ષ તેમની ફરિયાદ પર નિર્ણય કરતા સમયે તેનો પક્ષ નથી સાંભળ્યો.
સંદીપ યાદવ, વાજિબ અલી, દીપચંદ ખેરિયા, લાખન મીણા, જોગેંદ્ર અવાના અને રાજેંદ્ર ગુઢાએ 2018 વિધાનસભા ચૂંટણીમાં બસપાની ટિકિટ પર જીત મેળવી હતી.
આ તમામ સપ્ટેમ્બર 2019માં બસપા છોડી કૉંગ્રેસમાં સામેલ થયા હતા. બસપાના પ્રદેશ અધ્યક્ષ ભગવાન સિંહ બાબાએ કહ્યું, 'અમે બસપાના ધારાસભ્યોના કૉંગ્રેસમાં વિલય થવાની વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં આજે રિટ અરજી દાખલ કરી છે.'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement