Rajasthan: પાયલટ પર એક્શનની તૈયારી? કોગ્રેસ મહાસચિવ વેણુગોપાલને મળવા પહોંચ્યા રાજસ્થાનના પ્રભારી
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પર કોંગ્રેસ હાઈકમાન્ડ કડક નિર્ણય લઈ શકે છે
Rajasthan Political Row: રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ પર કોંગ્રેસ હાઈકમાન્ડ કડક નિર્ણય લઈ શકે છે. આ સંબંધમાં રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા ગુરુવારે (13 એપ્રિલ) દિલ્હી પહોંચી ગયા છે. અહીં તેઓ રાજસ્થાનમાં સંગઠનના બે નેતાઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી મડાગાંઠની સત્તાવાર માહિતી પાર્ટી હાઈકમાન્ડને આપશે.
આ સંબંધમાં રંધાવા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને મળવા આવ્યા છે ત્યારબાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળશે અને તેમની સાથે માહિતી શેર કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રંધાવા સચિન પાયલટથી નારાજ છે. તેમણે મંગળવારે રાજ્યમાં પોતાની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ ઉપવાસ પર બેસવાની સચિન પાયલટને ના પાડી હતી.
આમ છતાં સચિન પાયલટે તેમની વાત ન માની અને તેમણે પોતાના કાર્યક્રમ મુજબ ઉપવાસ ચાલુ રાખ્યા. આવી સ્થિતિમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રંધાવા તેમની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ પાસે પાયલટ વિરુદ્ધ અનુશાસનાત્મક નિર્ણયની માંગ કરી શકે છે. અહીં એ જોવું પણ રસપ્રદ છે કે મંગળવારે ઉપવાસ કર્યા બાદ સચિન પણ દિલ્હીમાં છે.
રાજસ્થાન કોંગ્રેસમાં શું ચાલી રહ્યો છે વિવાદ?
રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ગેહલોત સરકારમાં પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વચ્ચે 2018થી ટક્કર ચાલી રહી છે. આ સંબંધમાં સચિન પાયલટે જયપુરના શહીદ સ્મારક ખાતે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પાંચ કલાકના મૌન ઉપવાસનું પાલન કર્યું હતું.
આ પછી મીડિયા સાથે વાત કરતા પાયલટે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમની સરકાર ભાજપના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારના મામલામાં પગલાં લેશે. આ ઉપવાસ સાથે પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે નવો મોરચો ખોલ્યો છે.
Update: મધ્યપ્રદેશમાં મળ્યા કોરોનાના 52 નવા કેસો, આ શહેરોમાં ફાટી નીકળ્યો રાફડો, જુઓ....
Corona in MP: મધ્યપ્રદેશમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કોરોનાના નવા 52 કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાની ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા વધીને હવે 226 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના દર્દીનું મોત થયું નથી, કોરોનાની આ માહિતી એક અધિકારીએ આપી હતી.
શું કહેવું છે મધ્યપ્રદેશ સરકારનું -
કોરોના અંગે માહિતી આપતા અધિકારીએ બતાવ્યુ કે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ રાજ્યમાં એક જ દિવસમાં કૉવિડ-19ના 50થી વધુ કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 10,55,453 કેસ સામે આવી ચૂક્યા છે. અધિકારીએ કહ્યું કે, કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 10,777 રહ્યો છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી કોઈનું મૃત્યુ થયું નથી. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં કૉવિડ -19થી સાજા થયેલા લોકોની સંખ્યા 10,44,450 છે, જ્યારે સારવાર લેનારા દર્દીઓની સંખ્યા હવે 226 છે. મંગળવારે ભોપાલમાં 14, ઇન્દોરમાં સાત, ગ્વાલિયરમાં ત્રણ, જબલપુરમાં બે, હરદામાં બે, રાજગઢમાં ચાર, હોશંગાબાદમાં એક, આગર માલવામાં એક, સાગરમાં બે કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા.
ઇન્દોરમાં કૉવિડ-19ના ડિસ્ટ્રિક્ટ મૉનિટરિંગ ઓફિસર અમિત માલાકારે બતાવ્યુ કે, જિલ્લામાં 10 નવા કેસ સામે આવ્યા બાદ હવે જિલ્લામાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા 44 છે. તેમણે કહ્યું કે 10 નવા દર્દીઓમાંથી એક હોસ્પીટલમાં ભરતી છે, અને નવ દર્દીઓ ઘરમાં આઇસૉલેશનમાં રહે છે. ભોપાલ અને ઈન્દોર કોરોના સંક્રમણના મામલામાં હૉટસ્પૉટ બન્યા છે. સૌથી વધુ સંક્રમિત દર્દીઓ આ શહેરોમાં જ જોવા મળી રહ્યા છે