શોધખોળ કરો

Rajasthan Weather: રાજસ્થાનમાં ભારે વરસાદથી 20 લોકોના મોત, સાત જિલ્લાઓમાં સ્કૂલ બંધ કરવાના આદેશ 

રાજસ્થાનમાં ભારે વરસાદથી લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 લોકોના મોત થયા છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યોછે.

જયપુર:  રાજસ્થાનમાં ભારે વરસાદથી લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 20 લોકોના મોત થયા છે. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યોછે.  જયપુરમાં સોમવાર સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. IMDએ કહ્યું કે રાજ્યમાં મંગળવારે પણ ભારે વરસાદ પડી શકે છે.

સાત જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ 

રાજ્યમાં મુશળધાર વરસાદને કારણે શિક્ષણ વિભાગે સોમવારે સાત જિલ્લાઓમાં આગામી આદેશો સુધી શાળાઓ બંધ કરી દીધી છે, જેમાં જયપુર સિવાય કરૌલી, ભરતપુર, દૌસા, સવાઈ માધોપુર અને ધોલપુરનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે જયપુર, દૌસા, સવાઈ માધોપુર, ટોંક અને કરૌલી માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જ્યારે કોટા, બુંદી, ભરતપુર, અલવર, નાગૌર, ધૌલપુર, સીકર અને અજમેર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત 

રાજ્યમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગના અધિકારીઓએ લોકોને ગાજવીજ અને વીજળીના કડાકા દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહેવાની ચેતવણી આપી છે. IMD અનુસાર, સોમવારે સવારે 8.30 વાગ્યા સુધી રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે.

સવાઈ માધોપુરમાં સોમવારે પાણીના જોરદાર પ્રવાહને કારણે ડેમનો પાળો તૂટી ગયો હતો, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પાણીના જોરદાર પ્રવાહને કારણે લગભગ ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા. 

જયપુર ગ્રામ્યના કાનોતા ડેમમાં રવિવારે થયેલી દુર્ઘટના બાદ પ્રશાસન હવે એલર્ટ છે. પોલીસ અને સિંચાઈ વિભાગના કર્મચારીઓને હવે સાવચેતીના પગલા તરીકે ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે કાનોતા ડેમમાં ડૂબી જવાથી 5 યુવકોના મોત થયા હતા.  લોકો ફ્લાય પર સેલ્ફી લેવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. અગાઉ વહીવટીતંત્ર તરફથી સુરક્ષાને લઈને કોઈ વ્યવસ્થા નહોતી. 

ધોલપુર જિલ્લાના બારી વિસ્તારમાં સતત વરસી રહેલા રેકોર્ડ વરસાદે લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ત્યાં સવારથી ફરી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ધોલપુર જિલ્લામાં અત્યાર સુધીમાં રેકોર્ડ 600 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે હુસૈનપુર, આરટી અને રામસાગર ડેમ ભરાઈ ગયા હતા. આંગઈ ડેમમાં પાણીની સપાટી 222.45 મીટર ગેજ પર પહોંચી છે. 

Rain forecast : યૂપી સહિત 21 રાજ્યોમાં આજે ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, 135 રસ્તા થયા બ્લોક

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Himachal Pradesh: કુલ્લૂ-મનાલીમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ, તબાહીના આ  VIDEO જોઈ હચમચી જશો 
Himachal Pradesh: કુલ્લૂ-મનાલીમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ, તબાહીના આ  VIDEO જોઈ હચમચી જશો 
Cloudburst in Doda: જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, રાહત અને બચાવ કામગીરી શરુ 
Cloudburst in Doda: જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, રાહત અને બચાવ કામગીરી શરુ 
Gujarat Rain: એકસાથે 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
Gujarat Rain: એકસાથે 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Advertisement

વિડિઓઝ

Navsari: જલાલપોરમાં ગણપતિની પ્રતિમા લાવતા સમયે દુર્ઘટના,  2નાં મોત, 5 ઈજાગ્રસ્ત
Gujarat Rains Forecast : ત્રણ દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Vadodara news: વડોદરાના પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતા આમને-સામને
Mansukh Vasava: 'ચૈતર વિરૂદ્ધ બે નેતા સિવાય અન્ય નેતાઓ મૌન': ભાજપના આદિવાસી નેતા પર મનસુખ વસાવાના વાકબાણ
Kutch news: ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ-સંતો લડી લેવાના મૂડમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Himachal Pradesh: કુલ્લૂ-મનાલીમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ, તબાહીના આ  VIDEO જોઈ હચમચી જશો 
Himachal Pradesh: કુલ્લૂ-મનાલીમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ, તબાહીના આ  VIDEO જોઈ હચમચી જશો 
Cloudburst in Doda: જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, રાહત અને બચાવ કામગીરી શરુ 
Cloudburst in Doda: જમ્મુના ડોડામાં વાદળ ફાટતા તબાહી, રાહત અને બચાવ કામગીરી શરુ 
Gujarat Rain: એકસાથે 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
Gujarat Rain: એકસાથે 3 સિસ્ટમ સક્રિય, 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
ભારત પર હાઈ ટેરિફ લગાવનારા ટ્રંપને આ રીતે ભારત આપી શકે છે જડબાતોડ જવાબ, આ છે ત્રણ વિકલ્પ 
ભારત પર હાઈ ટેરિફ લગાવનારા ટ્રંપને આ રીતે ભારત આપી શકે છે જડબાતોડ જવાબ, આ છે ત્રણ વિકલ્પ 
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad News: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Ahmedabad News: સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
100 થી વધારે દેશોમાં એક્સપોર્ટ થશે  Maruti e-Vitara, PM મોદીએ કર્યું ફ્લેગ ઓફ
100 થી વધારે દેશોમાં એક્સપોર્ટ થશે  Maruti e-Vitara, PM મોદીએ કર્યું ફ્લેગ ઓફ
Embed widget