શોધખોળ કરો

નાગરિકતા સંશોધન બિલમાં મુસ્લિમોનો કેમ નથી કરાયો સમાવેશ? ગૃહમંત્રી શાહે શું આપ્યો જવાબ?

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી સહન કરી અહીં આવનારા અને નાગરિકતા પ્રાપ્ત નહી કરનારા લઘુમતી માટે આશાનું કિરણ છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક સતામણી સહન કરી અહીં આવનારા અને નાગરિકતા પ્રાપ્ત નહી કરનારા લઘુમતી માટે આશાનું કિરણ છે. અમિત શાહે કહ્યું કે, આ બિલના કારણે અનેક ધર્મથી પીડિત લોકોને ભારતની નાગરિકતા મળશે પરંતુ વિપક્ષનું ધ્યાન ફક્ત એ વાત પર છે કે મુસ્લિમોને કેમ તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો નથી. તમારી પંથ નિરપેક્ષતા ફક્ત મુસ્લિમો પર આધારિત હશે પરંતુ અમારી પંથ નિરપેક્ષતા કોઇ એક ધર્મ પર આધારિત નથી. શાહે કહ્યું કે, આ બિલમાં એ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે જે પાડોશી દેશોમાં ધર્મના આધાર પર ઉત્પીડન કરવામાં આવ્યા છે તેમના માટે ત્યાં પોતાનો જીવ બચાવવો, પોતાની માતાઓ-બહેનોની ઇજ્જત બચાવવી મુશ્કેલ છે એવા લોકોને અહીની નાગરિકતા આપીને અમે તેમની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા માટે પીડિત લોકો પ્રાથમિકતા છે જ્યારે વિપક્ષ માટે તેવા લોકો પ્રાથમિકતામાં નથી. અમિત શાહે કહ્યું કે, તમે શું ઇચ્છો છો? શું અમારે પાકિસ્તાનથી આવનારા મુસ્લિમોને નાગરિકતા આપવી જોઇએ.એવામાં દેશ કેવી રીતે ચાલશે? શાહે કહ્યું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ, જૈન, પારસી, શિખ ધર્મમાં માનનારા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ બિલ આ લોકોની ગરીમા અને જિંદગીની રક્ષા કરશે. એનડીએ સરકારે મુસ્લિમોને આ બિલમાંથી બહાર રાખવા પાછળનું કારણ આપતા કહ્યું કે, મુસ્લિમ આ ત્રણ દેશોમાં બહુમતિમાં છે. સરકારનું કહેવું છે કે આ દેશોમાં મુસ્લિમોને ધાર્મિક આધાર પર ઉત્પીડન કરવામાં આવી રહ્યા નથી કારણ કે એ દેશોમાં તે બહુમતિમાં છે. શાહે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતિઓનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. જ્યારે બાંગ્લાદેશની રચના કરવામાં આવી ત્યારે પહેલા બહુમતિના અધિકારનું ધ્યાન રાખવામાં આવ્યો પરંતુ આ દેશોમાં લઘુમતી સમુદાયોના 20 ટકા આઝાદીને ખત્મ કરી દેવામાં આવ્યો. તેમનુ ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું અથવા તો તેમને મારી નાખવામાં આવ્યા.

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget