શોધખોળ કરો
રામ મંદિર ભૂમિ પૂજનઃ કાર્યક્રમમાં અડવાણી અને જોશીનો આમંત્રણ માટે સંપર્ક જ કરવામાં નથી આવ્યો- સૂત્રો
ચંપત રાહેય કહ્યું, ‘તેમના લોકોને દુઃખ થશે કે અમને કેમ ન બોલાવ્યા. એવા લોકોને અમે વ્યક્તિગત રીતે ફોન કરીને માફી માગી છે.

નવી દિલ્હીઃ અયોધ્યામાં આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં રામમંદિર આંદોલનના પૂર્વ નેતાઓ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ ન મળવા પર સતત સવાલ ઉઠી રહ્યા છે. હવે સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે અડવાણી અને જોશીનો આમંત્રણ માટે સંપર્ક જ કરવામાં આવ્યો નથી. બધા સાથે વ્યક્તિગત રીતે વાત કરીને સમહતિ લેવામાં આવી- ટ્રસ્ટ આ પહેલા ગઈકાલે અહેવાલ આવ્યા હતા કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા શ્રી રાન જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બન્ને નેતાઓને નિમંત્રિત તો કર્યા છે, પરંતુ ઉંમર, સ્વાસ્થ્ય અને કોરોનાના સંક્રમને જોતા બન્ને નેતાઓએ કાર્યક્રમમાં વર્ચુઅલી શામેલ થવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચેરમેન ચંપત રાયે કહ્યું હતું કે બધા સાથે વ્યક્તિગત રીતે વાત કરીને સમહતી લેવામાં આવી છે. અડવાણી અને જોશીની ઉપસ્થઇતિ વર્ચુઅલી હશે ચંપત રાહેય કહ્યું, ‘તેમના લોકોને દુઃખ થશે કે અમને કેમ ન બોલાવ્યા. એવા લોકોને અમે વ્યક્તિગત રીતે ફોન કરીને માફી માગી છે. ઉંરમનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આટલી ઉંમરમાં લોકો આવશે. કહેવાય છે કે, ભૂમિ પૂજન કાર્યક્રમમાં હવે અડવાણી અને જોશીની હાજરી વર્ચુઅલી હશે. જણાવીએ કે, રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમને ઐતાહિસાક બનાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે થનાર ભૂમિ પૂજન કાર્યક્રમમાં પીએમ મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સહિત તમામ વિશિષ્ટગણ સામેલ થશે.
વધુ વાંચો





















