શોધખોળ કરો

'4-5 મહિનામાં તમામ દોષિતોને...', રામ મંદિર દાન ચોરી પર બોલી VHP, ચંપત રાયને લઈને જાણો શું કહ્યું?

રામ મંદિરમાં લૂંટને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. આ સમગ્ર મામલા પર વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા આલોક કુમારે હવે ખુલીને પોતાની વાત રજૂ કરી છે. ચંપત રાયને લઈને તેમણે VHP નું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામ મંદિર દાન ચોરી હિન્દુઓ માટે ભાવનાત્મક આઘાત: VHP.
  • VHP એ ટ્રસ્ટની કામગીરીની જવાબદારી નકારી, ચંપત રાયનું સ્પષ્ટીકરણ.
  • દોષિતોને સજા, ઝડપી તપાસ અને ફાસ્ટ-ટ્રેક કોર્ટની VHP માંગ.

Ayodhya Ram Mandir Controversy: રામ મંદિરમાં દાનની ચોરી અંગાના મામલાને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે એક ઈન્ટરવ્યુમાં આ વિવાદને ભક્તો માટે ઊંડો ભાવનાત્મક આઘાત ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે એ વાતને પણ ફગાવી દીધી કે રામ મંદિર ટ્રસ્ટની કામગીરી માટે VHP ને જવાબદાર ઠેરવવી જોઈએ.

આલોક કુમારે કહ્યું, "જે કંઈ પણ થયું છે, તે ખૂબ જ કમનસીબ છે અને તેનાથી દુનિયાભરના હિન્દુઓની ભાવનાઓ દુભાઈ છે. અમે દુઃખી છીએ, દરેક વ્યક્તિ દુઃખી છે અને આના માટે કોઈ બહાના બનાવવા કે આનો બચાવ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી." તેમણે આ સમગ્ર મામલાને VHP, RSS અને મોદી સરકાર સાથે જોડવાના પ્રયાસોને પણ નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો..રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા

VHP ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને લઈને કુમારે કહ્યું કે ટ્રસ્ટમાં તેમની ભૂમિકાને VHP નું પ્રતિનિધિત્વ કરવા જેવી માનવી જોઈએ નહીં. VHP પ્રમુખે કહ્યું, "હું એ વાતનો ઇનકાર નથી કરી રહ્યો કે ચંપત રાયજી વરિષ્ઠ હોદ્દેદાર રહ્યા છે અને અત્યારે VHP ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પરંતુ અમે તેમને તે પદ માટે નોમિનેટ કર્યા નહોતા. અમે તેમની ભલામણ નહોતી કરી. તેઓ VHP નું પ્રતિનિધિત્વ કરતા નથી."

ચંપત રાયથી અંતર જાળવવા અંગે શું બોલ્યા આલોક કુમાર

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી બદનામી થયા પછી પણ VHP એ ચંપત રાયથી સાર્વજનિક રીતે અંતર કેમ ન જાળવ્યું, તો કુમારે કહ્યું કે તમે એવું ઈચ્છો છો કે હું તપાસનું પરિણામ આવ્યા વગર જ આજે તેમને બરખાસ્ત કરી દઉં? તેમણે આગળ કહ્યું કે અત્યાર સુધી કોઈએ પણ ચંપત રાય પર આવી લૂંટમાં સામેલ હોવાનો, ઉશ્કેરવાનો કે તેની યોજના બનાવવાનો આરોપ લગાવ્યો નથી.

દોષિત લોકોને જેલ થવી જોઈએ- આલોક કુમાર

ઈન્ટરવ્યુ દરમિયાન આલોક કુમારે વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તપાસમાં કોઈને પણ છોડવા જોઈએ નહીં, પછી ભલે તેમનો હોદ્દો ગમે તે હોય. તેમણે કહ્યું, "અમે જ સૌથી પહેલા FIR નોંધવાની, સિનિયર અધિકારીઓ પાસે તપાસ કરાવવાની, ફાસ્ટ-ટ્રેક કોર્ટ અને દોષિતોને સજા અપાવવાની માંગ કરી હતી." તેમણે આગળ કહ્યું કે દોષિતોને સજા મળવી જોઈએ અને આ આખી પ્રક્રિયા ચારથી પાંચ મહિનામાં પૂર્ણ થઈ જવી જોઈએ જેથી દોષિત લોકોને જેલ જતા જોઈને હિન્દુ સમાજને થોડો સંતોષ મળી શકે.

Frequently Asked Questions

રામ મંદિરમાં દાનની ચોરીનો વિવાદ શું છે?

રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો છે, જેને VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે ભક્તો માટે ઊંડો ભાવનાત્મક આઘાત અને કમનસીબ ગણાવ્યો છે.

આ વિવાદ માટે VHP કોને જવાબદાર ઠેરવે છે?

આલોક કુમારે VHP, RSS કે મોદી સરકારને આ મામલે જવાબદાર ઠેરવવાના પ્રયાસોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટની કામગીરી માટે VHPને જવાબદાર માનવી ન જોઈએ.

ચંપત રાયની ભૂમિકા અંગે VHP શું કહે છે?

VHP પ્રમુખે કહ્યું કે ચંપત રાય વરિષ્ઠ હોદ્દેદાર હોવા છતાં, તેમની ટ્રસ્ટમાં ભૂમિકા VHPનું પ્રતિનિધિત્વ કરતી નથી કારણ કે VHPએ તેમને નોમિનેટ કર્યા નહોતા.

આલોક કુમાર આ મામલે કેવી કાર્યવાહીની માંગ કરે છે?

આલોક કુમારે FIR નોંધવાની, સિનિયર અધિકારીઓ પાસે તપાસ કરાવવાની અને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા દોષિતોને ઝડપી સજા આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે કોઈને પણ છોડવા ન જોઈએ.

ટોપ સ્ટોરી

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget