શોધખોળ કરો
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પહેલા મોદી શું કરશે ? કેટલા લોકો રહેશે હાજર, જાણો વિગતે
મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે. સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બના્વ્યું છે.

નવી દિલ્હીઃ અયોધ્યામાં બનનારા રામ મંદિરનું પીએમ મોદી 5 ઓગસ્ટે ભૂમિ પૂજન કરશે. બુધવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ જણાવ્યું, આ દરમિયાન 200થી વધારે લોકો હાજર નહીં હોય. તેમણે કહ્યું, કાર્યક્રમ દરમિયાન સામાજિક સામાજિક અંતરનું ધ્યાન રાખવામાં આવશે. ભૂમિ પૂજન કરતાં પહેલા પીએમ મોદી ભગવાન રામ અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનની પ્રાર્થના કરશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવશે. આ પહેલા રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું, તેઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને વિનય કટિયારને આમંત્રણ અપાશે. મંંદિરની કેટલીક વિશેષતા - મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે. - સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે. - મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે. - મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે. Corona Vaccine: દુનિયા અને ભારતમાં કેટલા કરોડ ડોઝ બનીને છે તૈયાર, ફાઇનલ ટ્રાયલની સાથે ગ્રીન સિગ્નલની છે રાહ અમેરિકાએ ચીનને હ્યુસ્ટન સ્થિત દૂતાવાસ ખાલી કરવાનો કર્યો આદેશ, 72 કલાકનો આપ્યો સમય, જાણો વિગતે
વધુ વાંચો





















