શોધખોળ કરો

અયોધ્યાઃ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા કોરોનાની એન્ટ્રી, પુજારી સહિત 16 પોલીસકર્મી સંક્રમિત

રિપોર્ટ છે કે પુજારી પ્રદીપ દાસની કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવી છે. પુજારી પ્રદીપ દાસને હવે હૉમ આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ દાસ મુખ્ય પુજારા આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. રામ જન્મભૂમિમાં મુખ્ય પુજારીની સાથે સાથે રામ લલાની સેવા ચાર પુજારી કરે છે

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પુજન પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂમિ પૂજનના કાર્યક્રમ પહેલા અહીં કોરોનાની એન્ટ્રી કરી લીધી છે. ખરેખરમાં રામ જન્મ ભૂમિના પુજારી પ્રદીપ દાસને કોરોના થઇ ગયો છે. રિપોર્ટ છે કે પુજારી પ્રદીપ દાસની કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવી છે. પુજારી પ્રદીપ દાસને હવે હૉમ આઇસૉલેટ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રદીપ દાસ મુખ્ય પુજારા આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. રામ જન્મભૂમિમાં મુખ્ય પુજારીની સાથે સાથે રામ લલાની સેવા ચાર પુજારી કરે છે. પુજારી પ્રદીપ દાસ ઉપરાંત રામ જન્મભૂમિની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓનો રિપોર્ટ પણ કોરોના પૉઝિટીવ આવ્યો છે. કહેવાઇ રહ્યુ છે કે અહીં 16 પોલીસકર્મી કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. નોંધનીય છે કે, આગામી 5મી ઓગસ્ટે અહીં રામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે દેશના તમામ ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. ભૂમિ પૂજનના કાર્યક્રમને લઇને અહીં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. અયોધ્યાઃ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા કોરોનાની એન્ટ્રી, પુજારી સહિત 16 પોલીસકર્મી સંક્રમિત
પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ પીએમ મોદીનું હેલિકોપ્ટર સવારે 11.30 કલાકે સાકેત વિશ્વવિદ્યાલય ઉતરશે. જે બાદ પીએમ મોદીનો કાફલો રામ જન્મભૂમિ માટે રવાના થશે. ભૂમિ પૂજન કાયક્રમ બે કલાકનો રહેશે. આ દરમિયાન પીએમ મોદી માત્ર બે જગ્યા હનુમાન ગઢી અને રામજન્મ ભૂમિ જશે. મોદી સૌથી પહેલા ક્યાં જશે તે નક્કી નથી. બે કલાકના કાર્યક્રમમાંથી એક કલાકનું તેમનું ભાષણ હશે. જેને ધ્યાનમાં રાખી અયોધ્યામાં અનેક જગ્યાએ સ્ક્રીન લગાવવામાં આવશે. અયોધ્યાથી ફૈઝાબાદ સુધી લાઉડસ્પીકર પણ લગાવાશે. અયોધ્યાઃ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા કોરોનાની એન્ટ્રી, પુજારી સહિત 16 પોલીસકર્મી સંક્રમિત અંબાણી-અદાણી-ટાટા સહિતને કોને મળ્યું આમંત્રણ અયોધ્યાના ગેસ્ટ લિસ્ટમાં ઉદ્યોગ જગતના મોટી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, આનંદ મહિન્દ્રા, રાહુલ અને રાજીવ બજાજ જેવા 10 ઉદ્યોગપતિને આમંત્રિત કરવામાં આવ્યા છે કોણ-કોણ થશે સામેલ આ કાર્યક્રમમાં જે બસો આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે તેમાં પચાસ સાધુ સંત, પચાસ અધિકારી અને પચાસ લોકો વિશ્વ હિન્દુ પરિષદના હશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશના પચાસ ગણમાન્ય લોકોને પણ સામેલ થવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સરસંઘ ચાલક મોહન ભાગવત, ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર અને સાધ્વી ઋતંભરા સામેલ થશે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોના વાયરસની મહામારીને જોતા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. અયોધ્યાઃ રામ મંદિરના ભૂમિ પૂજન પહેલા કોરોનાની એન્ટ્રી, પુજારી સહિત 16 પોલીસકર્મી સંક્રમિત મંદિરની કેટલીક વિશેષતા - મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે. - સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે. - મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે. - મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: શક્તિની દેવીના ધામમાં 'અધર્મ'Hun To Bolish: હું તો બોલીશ: મગફળી મબલખ પણ ખેડૂતોને કેટલો ટેકો?Ambaji Gang Rape Case: અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં ગેનીબેને ગૃહ મંત્રીને લીધા આડેહાથAccident News:  ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
અનુચ્છેદ 370 ને લઈ ફારૂક અબ્દુલ્લાએ કહી મોટી વાત, 'હું અને ઉમર જીવતા હોઈએ કે નહીં પણ...'
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
'હિન્દુ મુસ્લિમ એકતા જ દેશને બચાવશે...', મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે રામદાસ આઠવલેનું મોટું નિવેદન
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Sanju Samson Century: સંજૂ સેમસને સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો, આ કરનાર પ્રથમ ભારતીય બન્યો
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ આવી ગઈ, દુબઈમાં આ દિવસે રમાશે મેચ
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
UAN નંબર વગર PF બેલેન્સ કેવી રીતે ચેક કરવું? મિસ્ડ કોલ અને મેસેજથી થઈ જશે કામ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
Embed widget