શોધખોળ કરો

મધ્યપ્રદેશમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા મળી,  સિંગરોલીમાં મેયર પદના ઉમેદવાર જીત્યા 

મધ્યપ્રદેશ(Madhyapradesh)  નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ શાનદાર પ્રદર્શન કરતા મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની સુરતની જેમ જ  મધ્યપ્રદેશમાં એન્ટ્રી કરી છે.

ભોપાલ:  મધ્યપ્રદેશ (Madhyapradesh)  નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP)એ શાનદાર પ્રદર્શન કરતા ખૂબ જ મોટી જીત મેળવી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની સુરતની જેમ જ  મધ્યપ્રદેશમાં એન્ટ્રી કરી છે.  સિંગરૌલી મનપા(Singrauli Municipal Corporation) બેઠક પરના મેયર ઉમેદવાર  રાની અગ્રવાલની જીત થઈ છે.   રાની અગ્રવાલે(Rani Agarwal ) ભાજપ(BJP) ઉમેદવારને 9352 મતોથી હરાવ્યા છે.  દિલ્હી પંજાબ બાદ આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પણ પગપેસારો કરી રહી છે. પહેલી વખત આમ આદમી પાર્ટી (AAP)એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ પર જીત હાંસલ કરી છે. કોંગ્રેસને પણ મોટો ફાયદો થયો છે. વર્ષ 2015માં એક પણ સીટ ન જીતનારી કોંગ્રેસ આ વખત 3 મેયર બનાવવામાં સફળ થઈ છે.

ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ જીતનો સ્વાદ ચાખ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના 4 કાઉન્સિલર ચૂંટાયા છે. રવિવારે ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર, બુરહાનપુર, સિંગરોલી, સાગર, સતના, છિંદવાડા અને ખંડવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામ સામે આવ્યા હતા. પહેલા આ બધી સીટો પર ભાજપનો કબજો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં ભાજપ માત્ર 7 સીટો ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, સાગર, સતના, ખંડવા અને બુરહાનપુરમાં જ જીત મળી શકી.

મધ્યપ્રદેશના  ગ્વાલિયર, જબલપુર અને છિંદવાડામાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર મેયર બન્યા છે. એ સિવાય સિંગરોલીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાની અગ્રવાલે જીત હાંસલ કરી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પહેલી વખત મેયરની ચૂંટણી જીતી છે. એટલું જ નહીં, મધ્ય પ્રદેશની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની એન્ટ્રી થઈ છે. ગ્વાલિયરમાં ભાજપને શરમજનક હાર મળી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢ ગ્વાલિયરમાં કોંગ્રેસના મેયર પદના ઉમેદવાર શોભા સિકરવારે મેયરની ચૂંટણી જીતી છે જ્યારે ભાજપના ઉમેદવાર બીજા નંબર પર રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget