શોધખોળ કરો

Breaking: 2000 રૂપિયાની નોટ બદલવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી, રિઝર્વ બેંકે આ તારીખ સુધીનો આપ્યો સમય

Rs 2000 Note: જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી ન શક્યા હોય તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે હવે 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી છે.

Rs 2000 Note: જો તમે અત્યાર સુધી રૂ. 2000ની નોટ બદલી ન શક્યા હોય તો રિઝર્વ બેન્કે તમને મોટી રાહત આપી છે. સેન્ટ્રલ બેંકે હવે 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. આ સાથે હવે લોકોને નોટો બદલવા માટે એક સપ્તાહનો વધારાનો સમય મળ્યો છે.

સમયમર્યાદા લંબાવવાની માંગણી કરવામાં આવી હતી
અગાઉ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ જમા કરવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર એટલે કે આજ સુધીનો સમય આપ્યો હતો. એવી અટકળો હતી કે રિઝર્વ બેન્ક સમયમર્યાદા લંબાવી શકે છે. ખાસ કરીને એનઆરઆઈને 2000 રૂપિયાની નોટ બદલવા માટે વધારાનો સમય આપવાની માંગ કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના તાજેતરના પગલાથી એવા લોકો માટે મોટી રાહત થઈ છે જેઓ કોઈ કારણોસર બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શક્યા ન હતા અને બદલી પણ શક્યા ન હતા.

રિઝર્વ બેંકે આ માહિતી આપી છે
સેન્ટ્રલ બેંકે 30 સપ્ટેમ્બરના રોજ જારી એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે તેણે સમીક્ષાના આધારે એક સપ્તાહનો વધારાનો સમય આપવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે રિલીઝમાં કહ્યું કે, ઉપાડની પ્રક્રિયાનો નિર્ધારિત સમય સમાપ્ત થવાનો છે. સમીક્ષાના આધારે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની વર્તમાન સિસ્ટમ 7 ઓક્ટોબર, 2023 સુધી જાળવી રાખવી જોઈએ.

આ એક થયો મોટો ફેરફાર 
જોકે હવે રિઝર્વ બેંકે એક ફેરફાર કર્યો છે. અત્યાર સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાતી હતી અને લોકો બેંકની શાખામાં જઈને પોતાના ખાતામાં પૈસા જમા કરાવી શકતા હતા, હવે આ સિસ્ટમ રહેશે નહીં. હવે RBIની માત્ર 19 ઈસ્યુ ઓફિસમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. લોકો રિઝર્વ બેંકની આ 19 ઓફિસોમાં તેમના ખાતામાં 2000 રૂપિયાની નોટ પણ જમા કરાવી શકે છે.

મર્યાદા અકબંધ રહેશે
બદલી શકાય તેવી નોટોની મહત્તમ મર્યાદા હજુ પણ અકબંધ રહેશે. આનો અર્થ એ છે કે એક સમયે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાશે. મતલબ કે તમે એક સમયે 2000 રૂપિયાની માત્ર 10 નોટ બદલી શકો છો.

પોસ્ટ દ્વારા મોકલવાની સુવિધા
સેન્ટ્રલ બેંકે લોકોને પોસ્ટ દ્વારા નોટ મોકલવાની સુવિધા પણ આપી છે. ભારતમાં રહેતા લોકો દેશના કોઈપણ ભાગમાંથી રિઝર્વ બેંકની 19 ઈસ્યુ ઓફિસમાંથી કોઈપણને પોસ્ટ દ્વારા રૂ. 2000ની નોટ મોકલી શકે છે, જે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ સુવિધા મેળવવા માટે, તમારે રિઝર્વ બેંક દ્વારા ઉલ્લેખિત ઓળખ કાર્ડ/દસ્તાવેજો પણ આપવા પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget