શોધખોળ કરો
આજે સવારે 10 કલાકે RBI ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ, થઈ શકે છે મોટી જાહેરાત
આરબીઆઈએ તમામ બેંકોને સલાહ આપી હતી કે તે ગ્રાહકો પાસેથી ત્રણ મહિના માટે ઈએમાઈ લેવાનું ટાળે.

નવી દિલ્હીઃ કોરોનાવાયરસના વધતા પ્રભાવની વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. આર્થિક મોર્ચે પર આવી પડેલ પડકારનો સામનો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત પર બધાની નજર રહેશે.
જણાવીએ કે, આ પહેલા 27 માર્ચના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે 5.15 ટકાથી ઘટીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ એ હોય છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે માટે રેપો રેટ ઘટવાથી બેંકોનો લોન ખર્ચ સસ્તો થશે અને તેનાથી લોન લેનારાઓનો હપ્તો પણ સસ્તો થવાની આશા છે.
ઉપરાંત આરબીઆઈએ તમામ બેંકોને સલાહ આપી હતી કે તે ગ્રાહકો પાસેથી ત્રણ મહિના માટે ઈએમાઈ લેવાનું ટાળે. આરબીઆઈની આ એડવાઈઝરીને કારણેં બેંકોએ પોતાના ગ્રાહકોને ઈએમઆઈના મામલે રાહત આપી છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દુનિયા
શિક્ષણ
દેશ
Advertisement
