કુંવારા છોકરાઓ હવે શું કરશે? ભારતમાં છોકરીઓને લગ્નમાં નથી રહ્યો રસ! સર્વામાં ચોંકાવનારના આંકડા સામે આવ્યા
દર વર્ષે લગ્નની સિઝનમાં માતા-પિતા પોતાની દીકરીઓના લગ્નને લઈને ચિંતિત હોય છે અને તેમના પર લગ્ન માટે દબાણ લાવે છે.

Indian girls marriage trend: ભારતમાં લગ્નને એક પવિત્ર બંધન અને જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. મોટાભાગના માતાપિતા પોતાના બાળકોના લગ્નનું સપનું જોતા હોય છે. જો કે, આજના યુવાનો, ખાસ કરીને યુવતીઓ, લગ્નને લઈને પોતાનો અલગ મત ધરાવે છે. એક તાજેતરના સર્વેમાં સામે આવેલી માહિતી કુંવારા છોકરાઓને ચોંકાવી શકે છે, કારણ કે દેશની મોટી સંખ્યામાં મહિલાઓ હવે લગ્ન કરવા માટે ઉત્સુક નથી.
ભારતમાં લગ્ન ન કરનાર વ્યક્તિને સમાજના ટોણા સાંભળવાની ફરજ પડે છે, પરંતુ આજકાલ યુવતીઓ આ ટોણાને અવગણીને લગ્નથી દૂર રહેવાનું પસંદ કરી રહી છે. બેચલર, સોલોગેમી અને સિંગલહૂડ જેવા શબ્દો આજના યુવાનોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે અને છોકરીઓમાં આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આ બદલાતી વિચારસરણી વાલીઓ માટે ચિંતાનું કારણ બની રહી છે.
થોડા સમય પહેલા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે દેશની 81 ટકા મહિલાઓ લગ્ન વિના ખૂબ જ ખુશ છે. જ્યારે મહિલાઓને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેઓ લગ્ન વિનાનું જીવન જીવવા માંગે છે. સર્વેમાં એ પણ સામે આવ્યું કે 39 ટકા મહિલાઓએ લગ્નની સિઝનમાં માતા-પિતાના દબાણનો અનુભવ કર્યો હતો. દર વર્ષે લગ્નની સિઝનમાં માતા-પિતા પોતાની દીકરીઓના લગ્નને લઈને ચિંતિત હોય છે અને તેમના પર લગ્ન માટે દબાણ લાવે છે. જેના કારણે ઘણી વખત છોકરીઓની મરજી વિરુદ્ધ પણ તેમના લગ્ન કરાવી દેવામાં આવે છે.
સર્વે અનુસાર, લગભગ 33 ટકા લોકોને એવું લાગે છે કે લગ્ન કર્યા પછી તેઓ લાંબા સમય સુધી સંબંધમાં રહેવા માટે દબાણ અનુભવે છે. આજના યુગમાં ઘણી મહિલાઓ લગ્ન કરવા નથી માંગતી કારણ કે લગ્ન પછી તેમને નોકરી છોડી દેવાનું કહેવામાં આવે છે. મહિલાઓ પોતાના પગ પર ઊભા રહેવા માંગે છે અને કોઈના પર નિર્ભર રહેવા નથી માંગતી, જે તેમના લગ્ન ન કરવા પાછળનું એક મુખ્ય કારણ છે.
ન્યૂઝ વેબસાઈટ આઈએએનએસમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, ડેટિંગ એપ બમ્બલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતની 81 ટકા મહિલાઓએ કહ્યું કે તેઓ લગ્ન ન કરીને અને એકલા રહીને ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છે. જ્યારે 62 ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે તેઓ પોતાની જરૂરિયાતો અને પસંદગીઓ સાથે સમાધાન કરવા માંગતી નથી. આ ઉપરાંત, 83 ટકા છોકરીઓનું માનવું છે કે જ્યાં સુધી તેમને યોગ્ય જીવનસાથી ન મળે ત્યાં સુધી તેઓ લગ્ન નહીં કરે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં યુવતીઓની લગ્ન પ્રત્યેની વિચારસરણીમાં નોંધપાત્ર બદલાવ આવી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
