શોધખોળ કરો
Advertisement
પ્રજાસત્તાક દિવસઃ દિલ્હીમાં 22 હજાર પોલીસ જવાન તૈનાત, ડ્રોનથી રહેશે તમામ ગતિવિધિ પર નજર
સુરક્ષાને ધ્યાનમાં રાખી દિલ્હીને જોડતી તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને દરેક ખૂણામાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ આવતીકાલે દેશભરમાં 71મો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવશે. પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી દિલ્હીને જોડતી તમામ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને દરેક ખૂણામાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. બેરિકોડ લગાવીને ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દિલ્હીના તમામ એન્ટ્રી પોઇન્ટ પર સુરક્ષા જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે હેડક્વાર્ટરના જણાવ્યા મુજબ, આ વખતે કેન્દ્રીય અર્ધસૈન્ય દળની 48 કંપનીઓ પ્રજાસત્તાક દિવસના મોકા પર દિલ્હીમાં તૈનાત રહેશે. આ માટે સંબંધિત વિભાગો પાસેથી લેખિત મંજૂરી પણ મળી ગઈ છે. જ્યારે દિલ્હી પોલીસના 22 હજાર જવાન પ્રજાસત્તાક દિવસ સમારોહ દરમિયાન અને શનિવાર બપોર બાદથી તૈનાત કરી દેવાયા છે.Security tightened at Delhi's Connaught Place ahead of #RepublicDay. pic.twitter.com/J95B2T6PDB
— ANI (@ANI) January 25, 2020
પ્રજાસત્તાક દિવસ પરેડ દરમિયાન જે સ્થાન અને ઈમારતો સંવેદનશીલ માનવામાં આવે છે ત્યાં દિલ્હી પોલીસે બ્લેકકેટ કમાન્ડો તૈનાત કર્યા છે. પરેડ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એટહોમ સુધી સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત રહેશે. INDvNZ: બીજી T-20 પહેલા ન્યૂઝીલેન્ડના આ બોલરે કર્યો હુંકાર, કહ્યું- ભારત સામે....... ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતેDelhi Traffic Police: No traffic on Rajpath from Vijay Chowk to India Gate from 6 pm today till #RepublicDayParade2020 is over on 26th January 2020. https://t.co/A5F6qCU87N pic.twitter.com/2wmWabwVha
— ANI (@ANI) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion