શોધખોળ કરો
Advertisement
નવું એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો, રસ્તામાં જ પોલીસે ફાડ્યો 1 લાખ રૂપિયાનો મેમો
12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં શોરૂમમાંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો.
ભુવનેશ્વરઃ નવા મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત મોટા દંડના વધુ એક સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ઓડિશામાં ભુવનેશ્વરની પાસે છે. અહીં કટક ટ્રાન્સપોર્ટ ઓફિસે નવી એક્ટિવાને વગર રજિસ્ટ્રેશન પર ચાલાન પર ચાલક પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક્ટિવા વિરૂદ્ધ ચાલાનની આ કાર્રવાઈ કટકના બારંગમાં વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી છે.
12 સપ્ટેમ્બરના રોજ અરુણ પાંડા નામનો વ્યક્તિ ઓડિશાના ભુવનેશ્વરમાં શોરૂમમાંથી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે બારંગમાં વાહનોનાં ચેકિંગ સમયે પોલીસે તેને અટકાવ્યો હતો. એક્ટિવાને નંબર પ્લેટ ન હોવાને કારણે પોલીસે તેને પકડ્યો હતો. અરુણે આ એક્ટિવા 28 ઓગસ્ટે ખરીદ્યું હતું. પણ તેનો નંબર હજુ સુધી આવ્યો ન હતો. ટ્રાફિક પોલીસે આ મામલામાં ડીલર, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટરના સ્તરે થયેલી ચૂક માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
1 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને એક્ટિવા માલિક કવિતાના હોંશ ઉડી ગયા હતા. તેને ખબર ન પડી કે, પોલીસે આટલો મોટો દંડ કેમ ફટકાર્યો. જે બાદ તેણે તપાસ કરતાં માલુમ પડ્યું કે, શોરૂમમાંથી એક્ટિવાને રજિસ્ટ્રેશન નંબર જ અપાયો ન હતો. અને એક્ટિવાનું રજિસ્ટ્રેશન પણ તેના નામે ન હતું. આ મામલે કવિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવવા માટે દંડની જોગવાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement