શોધખોળ કરો
Advertisement
વધારે બાળકો પેદા કરતા હિંદુઓને કોણે રોક્યા છે? – મોહન ભાગવત
નવી દિલ્લી: આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે હિંદુઓને વધારે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. શનિવારે આગ્રામાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે બીજા ધર્મ વાળા જ્યારે આટલા બાળકો પેદા કરે છે તો તમને ક્યો કાયદો રોકે છે.
ભાગવત અહીં વિશ્વવિદ્યાલય અને મહાવિદ્યાલય શિક્ષક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. સંબોધન દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે તમે લોકો કહી રહ્યા છો કે ‘તેમની’ જનસંખ્યા વધી રહી છે. તો હિંદુઓને કોણે રોક્યા છે.
સંમેલનમાં શિક્ષકોએ જ્યારે ભાગવતને સવાલ કર્યો ત્યાકે તેમણે કહ્યું કે તેમની વાત તેઓ કેંદ્ર સરકાર સુધી પહોંચાડશે. પણ પોતાના સવાલો તેઓ પત્ર લખીને શિક્ષણ મંત્રીને પહોંચાડે.
સંમેલનમાં ભાગ લેવા આવેલા શિક્ષકોએ મોહન ભાગવતને સવાલ પૂછ્યો કે શિક્ષણમાં બદલાવની સાથે આરક્ષણ વ્યવસ્થા નાબૂદ કરવા અંગે પણ સવાલ કર્યા હતા. અધ્યાપકોએ પૂછેલા સવાલોનો જવાબ આપતા સર સંઘ સંચાલક ભાગવતે કહ્યું કે વ્યવસ્થા બદલવા માટે પોતાનામાં બદલાવ લાવવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion