શોધખોળ કરો
Advertisement
હિંદુ સમુદાયનો મતલબ BJP નહીં, ભાજપનો વિરોધ હિંદુઓનો વિરોધ નથી- ભૈયાજી જોશી
આપણે ભાજપના વિરોધનો હિંદુઓનો વિરોધ ન ગણવો જોઈએ. આ એક રાજનીતિક લડાઈ છે જે ચાલતી રહેશે. તેને હિંદુઓ સાથે ન જોડવું જોઈએ.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નેતા સુરેશ ‘ભૈયાજી જોશી’એ રવિવારે ભાજપ અને હિંદુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપનો વિરોધ કરવો હિંદુઓનો વિરોધ કરવા બરાબર નથી. જોશીએ ગેવામાં ‘વિશ્વગુરુ ભારત’ પર ભાષણ અંતર્ગત સવાલ જવાબ સેશન દરમિયાન આ વાત કહી. એ સવાલ પર કે શું હિંદુ પોતાના જ સમુદાયનો દુશ્મન બની રહ્યો છે, તેમણે કહ્યું, ‘આપણે ભાજપના વિરોધનો હિંદુઓનો વિરોધ ન ગણવો જોઈએ. આ એક રાજનીતિક લડાઈ છે જે ચાલતી રહેશે. તેને હિંદુઓ સાથે ન જોડવું જોઈએ.’
જોશીએ કહ્યું, ‘તમારો સવાલ કહે છે કે હિંદુ જ હિંદુ સમુદાયનો દુશ્મન બની રહ્યો છે, એટલે કે ભાજપ. હિંદુ સમુદાયનો મતલબ ભાજપ નથી.’ તેમની આ ટિપ્પણી સીએએ અને એનઆરસી વિરૂદ્ધ ચાલી રહેલ વિરોધ પ્રદર્શનોની વચ્ચે આવી છે.
જોશીએ કહ્યું, ‘એક હિંદુ પોતાના સાથી (હિંદુ) વિરૂદ્ધ લડે છે કારણ કે તે ધર્મ ભૂલી જાય છે. ત્યાં સુધી કે છત્રપતિ શિવાજી મહારાજને પણ પોતાના જ પરિવારનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં ભ્રમ અને આત્મકેન્દ્રિત વ્યવહાર થાય છે, વિરોધ થાય છે.’
ભૈયાજી જોશીએ ગિરજાઘરો પર લોકોની અજ્ઞાનતા અને ગરીબીનો ફાયદો ઉઠાવીને ઇસાઈ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જો કોઈ પોતાની ઇચ્છાથી ઈશાઈ ધર્મ અપનાવે છે તો તેમને કોઈ વાંધો નથી પરંતુ જબરદસ્તીથી ધર્માંતરણ અને આપરાધિક કૃત્ય ગણવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion