RSS ની 'સ્પેશ્યલ 65' એ ઉઠાવી મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિની જીતની જવાબદારી, ફેલ થશે MVA નો દરેક દાંવ
Maharashtra Assembly Elections 2024: ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે, આ સંદેશ આપવા માટે આરએસએસ સ્વયંસેવકો અને 65 થી વધુ એનજીઓ દ્વારા સેંકડો બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ અને મહાયુતિ કોઈ કસર છોડવા માંગતા નથી. આ જોતાં ભાજપ અને મહાયુતિની તરફેણમાં હિન્દુ મતોને એકત્ર કરવા માટે નાના-નાના પગલાં લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મદદ માટે આરએસએસ પણ આગળ આવ્યું છે.
આ દરમિયાન, આરએસએસએ મહારાષ્ટ્રમાં 65 થી વધુ મૈત્રીપૂર્ણ સંસ્થાઓ દ્વારા 'સજગ રહો' ('સાવધાન રહો, સાવચેત રહો') નામનું અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય માત્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનો અને હિન્દુઓને એક કરવાનો નથી.
કોઇની પણ વિરૂદ્ધમાં નથી આ અભિયાન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સંઘના સૂત્રોએ જણાવ્યું કે 'સજગ રહો' અને 'એક હૈ હો સુરક્ષિત હૈ'નો ઉદ્દેશ્ય કોઈની વિરુદ્ધ નથી, પરંતુ હિન્દુઓમાં જાતિભેદને ખતમ કરવાનો છે.
ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે, આ સંદેશ આપવા માટે આરએસએસ સ્વયંસેવકો અને 65 થી વધુ એનજીઓ દ્વારા સેંકડો બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે, એવું માનવામાં આવે છે કે આ બેઠકો તે સ્થળોએ હિન્દુઓને એક કરશે જ્યાં જાતિના આધારે વિભાજનને કારણે ભાજપને નુકસાન સહન કરવું પડ્યું હતું.
મહારાષ્ટ્રના તમામ પ્રાંતમાં થશે બેઠક
આ અભિયાનમાં ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ અને રણરાગિણી સેવાભાવી સંસ્થા સામેલ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં સંઘના ચારેય 'પ્રાંતો'ના કાર્યકરો પણ આ અભિયાનમાં સામેલ છે. અહી શાળા કક્ષાએ મીટીંગો યોજવામાં આવી રહી છે.
આ હિન્દુ પર કરવામાં આવી રહી છે વાત
આ બેઠકો આરએસએસ-ભાજપ સમર્થકો અને અન્ય મતદારો સાથે થઈ રહી છે. જેમાં હિન્દુઓ પર વૉટ બેંકની રાજનીતિની અસર, ચૂંટણી પર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા મુસ્લિમોની અસર અને સમાજની બદલાની રાજનીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આરએસએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "સ્વયંસેવકોએ હિન્દુ સમાજને એ કહેવાની જવાબદારી ઉપાડી છે કે તેને જાતિના આધારે વિભાજિત ન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મરાઠા-ઓબીસીનું વિભાજન વધુ ઊંડું બન્યું છે.
આ પણ વાંચો
Violence: રમત-રમતમાં શિક્ષક પર પાણી પડ્યુ, તો ગુસ્સે ભરાયેલા મેડમે વિદ્યાર્થીના દાંત તોડી નાંખ્યા