શોધખોળ કરો
Advertisement
નોટબંધીને લઈને RTIમાં થયો મોટો ખુલાસો, મોદી સરકારે જબરદસ્તીથી.....
નવી દિલ્હીઃ 8 નવેમ્બર, 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. નોટબંધીની જાહેરાત પાછલ સરકારનો ઉદ્દેશ કાળાનાણાને ખત્મ કરવાનો હતો. જોકે, આરબીઆઈના કેટલાક ડાયરેક્ટર્સ સરકારના આ વિચાર સાથે સહમત ન હતા. કોંગ્રેસે કહ્યું હતું કે નોટબંધીના 26 મહિના બાદ આરટીઆઈ દ્વારા નોટબંધી બાદની બેઠકની વિગતો તેમને મળી છે. કોંગ્રેસે કહ્યું કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની દલીલી હોવા છતાં મોદી સરકારે જબરદસ્તી નોટબંધી લાદી હતી.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે આરબીઆઈના કેન્દ્રીય બોર્ડ અંગે આરટીઆઈ દ્વારા મળેલી માહિતીને ટાંકીને કહ્યું, “લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બની તો નોટબંધી બાદ જે કોઈ ગોટાળા થયા છે તેની તપાસ કરવામાં આવશે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર થઈ હતી તેના કેટલાક કલાક પહેલાં આરબીઆઈના કેન્દ્રીય બોર્ડની બેઠક થઈ હતી.
આ બેઠકમાં શું થયું તે કોઈને ખબર નથી. RBIના ગવર્નર સંસદની સમિતિ પાસે આવ્યા અને ત્રણ બેઠકોમાં તેમણે જણાવ્યું નહીં કે એ બેઠકમાં શું થયું હતું. હવે 26 મહિના બાદ આરટીઆઈ દ્વારા આ વિગતો જાણવા મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement