શોધખોળ કરો
રાજસ્થાનમાં બનાવવામાં આવી શકે છે પાંચ નાયબ મુખ્યમંત્રી- સચિન પાયલટ
સચિન પાયલટનું નિવેદન ત્યારે સામે આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા રાજ્યમાં જાતીય સમીકરણોના સંતુલન બનાવી રાખવા માટે વધુ બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની શક્યતા વ્યક્ત કરી હતી.
જયપુર: રાજસ્થાનમાં વધારે નાયબ મુખ્યમંત્રી બનાવવાની અટકળો પર સચિન પાયલટે કહ્યું કે જો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ઠીક થઈ શકે છે અને ખેડૂતોના દેવા માફીના વાયદાઓ પૂરા કરવામાં આવી શકે છે, તો રાજ્યમાં પાંચ મુખ્મમંત્રી પણ બનાવવામાં આવી શકે છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનું નિવેદન ત્યારે સામે આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા રાજ્યમાં જાતીય સમીકરણોના સંતુલન બનાવી રાખવા માટે વધુ બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની શક્યતા વ્યક્ત કરી હતી.
એમ પુછવામાં આવ્યું કે શું મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યમાં વધારે નાયબ મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે, તેના પર સચિન પાયલટે જવાબ આપતા કહ્યું, 'જો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી શકે છે અને ખેડૂતોના દેવા માફ થઈ શકે છે તો માત્ર બે નાયબ મુખ્યમંત્રી કેમ ? રાજ્યમાં પાંચ નાયબ મુખ્યમંત્રી પણ હોઈ શકે છે.'
સરકાર તરફથી આધિકારીક રીતે આ વિશે કંઈ કહેવામાં નથી આવ્યું. પાયલટે કહ્યું, સરકારમાં અમારૂ ધ્યાન જનતાને કરેલા વાયદાઓ પૂર્ણ કરવા પર હોવુ જોઈએ અને અમારી પ્રાથમિક્તા છે કે અમે મતદાતાઓ પ્રત્યે જવાબદાર રહીએ. ઉલ્લેખની છે કે અશોક ગહલોતે પોતાના પ્રથમ કાર્યકાળના અંતિમ વર્ષમાં જાટ સમાજ પર વર્ચસ્વ કાયમ રાખવા માટે કમલા બેનીવાલ અને અનુસુચિત જાતીમાં વર્ચસ્વ બનાવી રાખવા માટે બનવારી લાલ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
રાજકોટ
Advertisement