શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના વનમંત્રીએ આ કારણે આપ્યું રાજીનામું, જાણો વિગતો
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ પોતાનું રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ મંત્રીએ કહ્યું હું ભારે મન સાથે રાજીનામું આપી રહ્યો છે.
મુંબઈ: ઉદ્ધવ સરકારમાં મંત્રી રહેલા સંજય રાઠોડે રાજીનામું આપ્યું છે. સંજય રાઠોડ વન મંત્રી હતા અને પૂજા ચૌહાણ આત્મહત્યા કેસ મામલો સામે આવ્યા બાદ તેમણે આ પગલું ભર્યું છે. મંત્રી સંજય રાઠોડે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત બાદ પોતાનું રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ મંત્રીએ કહ્યું હું ભારે મન સાથે રાજીનામું આપી રહ્યો છે. આ કેસમાં વિસ્તૃત તપાસ કરાવવામાં આવે. સંજય રાઠોડે કહ્યું કે બંજારા સમાજની યુવતીએ થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી તેને લઈ ખૂબ રાજકારણ થયું છે. હું ઈચ્છુ છું કે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પૂનજા ચૌહાણના મોત બાદ વન મંત્રી આરોપોમાં ઘેરાયા હતા.
ભાજપ આ મામલે સતત રાઠોડના રાજીનામાની માંગ કરી રહ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાને લઈ વિસ્તૃત તપાસ કરવાની વાત કહી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ ઘટનાને લઈને રાજ્ય સરકાર અને પુણે પોલીસ કમિશનરને નોટિસન મોકલી હતી.
નોંધનીય છે કે 8 ફેબ્રુઆરીએ પુણેના હડપસર વિસ્તારમાં કથિત રીતે મકાનમાંથી નીચે પડ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં અને વિપક્ષી ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ 23 વર્ષીય મહિલાનું મોત રાઠોડ સાથે સંબંધિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement