શોધખોળ કરો
Advertisement
સંજય રાઉત બોલ્યા- મુંબઈ અને મહારાષ્ટ્ર પર પોતાના નિવેદનને લઈ માફી માંગે કંગના
શિવસેનાના નેતા સંજય રાઉતે આજે માંગ કરી છે કે અભિનેત્રી કંગના રનૌત મુંબઈ અને મહારાષ્ટ્રની વિરૂદ્ધમાં પોતાના નિવેદનને લઈને માફી માંગે.
શિવસેનાના નેતા સંજય રાઉતે આજે માંગ કરી છે કે અભિનેત્રી કંગના રનૌત મુંબઈ અને મહારાષ્ટ્રની વિરૂદ્ધમાં પોતાના નિવેદનને લઈને માફી માંગે. કંગનાએ હાલમાં જ મુંબઈની તુલના પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK) સાથે કરી હતી.
રાઉતને પૂછવામાં આવ્યું કે કંગનાના ટ્વિટને લઈ ટીવી ચેનલ પર તેમણે તેની વિરૂદ્ધ જે નિવેદન આપ્યું, શું તેઓ તેના માટે માફી માંગશે. તેના જવાબમાં તેમણે કહ્યું કે જે કોઈ પણ અહીં રહે છે અને કામ કરે છે, જો તે મુંબઈ અને મહારાષ્ટ્ર વિશે અશોભનીય વાતો કરે છે તો હું કહીશ કે પહેલા તેઓ માફી માંગે.
કંગનાએ હાલમાં જ ટ્વીટ કરી કહ્યું હતું કે મુંબઈમાં આજ કાલ પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીર જેવું મહેસૂસ થઈ રહ્યું છે. તેણે એક સપ્ટેમ્બરના એક સમાચારને પણ ટેગ કર્યા હતા જેમાં રાઉત કથિક રીતે કહી રહ્યા હતા કે કંગનાને મુંબઈ પોલીસથી ડર છે તો તેણે અહીં ન આવવું જોઈએ.
શિવસેનાના રાજ્યસભા સદસ્ય સંજય રાઉત મહારાષ્ટ્ર સરકારને મુંબઈ પોલીસને બદનામ કરનારા લોકોની સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે કંગનાને પીઓકેની સાચી સ્થિતિ જાણવા માટે પહેલા ત્યાં પ્રવાસ કરવાનું પણ કહ્યું હતું.
હાલ પોતાના હોમ ટાઉન હિમાચલ પ્રદેશમાં રહેતી કંગનાએ એ ટ્વિટ પણ કર્યું હતું કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ પરત ફરશે. તેણે પડકાર આપતા કહ્યું હતું કે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે, કોઈ રોકીને બતાવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement