શોધખોળ કરો
Advertisement
દુશ્મનનું જેટ F-16 તોડી પાડ્યા બાદ અભિનંદને આપી હતી આ જાણકારી
નવી દિલ્હીઃ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના F-16 જેટને તોડી પાડ્યું હતું. નૌશેરા સેક્ટરમાં વિતેલા સપ્તાહે થયેલ આ અથડામણમાં કમાન્ડરે કન્ટ્રોલ રૂમને વિમાન તોડી પાડ્યાની જાણકારી આપી હતી. તેણે પોતાના છેલ્લા મેસેજમાં કહ્યું હતું કે, પાકિસ્તાનના F-16 વિમાન તોડી પાડ્યું છે અને તે બોર્ડરની બીજી બાજુ પડ્યું છે.
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, વિંગ કમાન્ડરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે થયેલ હવાઈ અથડામણમાં F-16માંથી બોમ્બ અને લોંગ રેન્જ મિસાઈલ છોડવાની જાણકારી પણ આપી હતી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર હવાઈ અથડામણાં વિંગ કમાન્ડર અભિનંદન સંપૂર્ણ રીતે સાવચેત હતા અને તે દરેક જાણકારી શેર કરી રહ્યા હતા. તેમણે પાકિસ્તાની જેટને પોતાની આર73 મિસાઈલથી તોડી પાડ્યા બાદ ગ્રાઉન્ડ કન્ટ્રોલર્સને દુશ્મનનું વિમાન નષ્ટ કર્યાની જાણકારી આપી હતી. ભારતીય વાયુસેનાએ સત્તાવાર નિવેદનમાં પણ કહ્યું, પાકિસ્તાની એફ-16 જેટે અનેક લોંગ રેન્જ મિસાઈન છોડી અને તેનું નિશાન ભારતીય સૈન્ય ઠેકાણા હતા.
સૂત્રોનું કહેવું છે કે, પાકિસ્તાને ઓછામાં ઓછી 4 AMRAAM મિસાઈલ દાગી, પરંતુ તેનાથી કોઈ અન્ય ફાઈટર જેટ ક્ષતિગ્રસ્ત ન થયું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હવામાં બીજી મિરાજ 2000 અને Su30MKI વિમાન રક્ષાત્મક પ્રક્રિયા તરીકે શા માટે હાજર હતા. આ બન્ને વિમાનોથી કોઈ લોંગ રેન્જ મિસાઈલ દાગવામાં ન આવી. સાથે જ સામાન્ય પરિસ્થિતિઓમાં ફાઈટર જેટને દુશ્મનના વિસ્તારમાં ટાર્ગેટ હિટ કરવા માટે પ્રયોગ ન કરવાની પરંપરા રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion