શોધખોળ કરો

મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ

ચૂંટણી રેલીમાં SC સમુદાયના અપમાન બદલ આયોગે મમતા બેનર્જી પાસે 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જીએ SC સમુદાય માટે અપમાનજનક શબ્દ વાપર્યો.
  • NCSC એ મુખ્યમંત્રી પાસેથી 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો.
  • ભાજપે મમતા પર SC/ST એક્ટ હેઠળ ગુનો કરવાનો આરોપ લગાવ્યો.
  • આ મુદ્દો પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બન્યો.

Mamata Banerjee SC ST Notice: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા ચૂંટણી વિવાદમાં સપડાયા છે. કોલકાતામાં એક ચૂંટણી રેલી દરમિયાન અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે કથિત રીતે અપમાનજનક શબ્દ વાપરવા બદલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ તેમની સામે લાલ આંખ કરી છે. આયોગે આ મામલે કડક વલણ અપનાવતા પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ, ભાજપે પણ આ મુદ્દે મમતા બેનર્જીને ઘેરતા આ કૃત્યને SC/ST એક્ટ હેઠળ સજાપાત્ર ગુનો ગણાવ્યો છે, જેના કારણે બંગાળના ચૂંટણી માહોલમાં ગરમાવો આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, ગત 26 એપ્રિલના રોજ 'કોલકાતા ટીવી' પર એક વીડિયો પ્રસારિત થયો હતો. આ વીડિયો 23 એપ્રિલના રોજ કોલકાતાના ચૌરંગી વિસ્તારમાં યોજાયેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની એક ચૂંટણી રેલીનો છે. આરોપ છે કે, જ્યારે મમતા બેનર્જી પોતાની સરકારના કામો ગણાવી રહ્યા હતા, ત્યારે તેમણે જનબજાર વિસ્તારના સંદર્ભમાં SC સમુદાય માટે એક એવા શબ્દનો પ્રયોગ કર્યો જે અપમાનજનક માનવામાં આવે છે. આ વીડિયોની જાણ થતાં જ બંધારણીય સંસ્થા NCSC એ તેની જાતે જ નોંધ (સુઓમોટો) લીધી હતી.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આયોગે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખીને નોટિસ ફટકારી છે. આયોગે આદેશ આપ્યો છે કે નોટિસ મળ્યાના 3 દિવસની અંદર આ અંગેનો વિગતવાર રિપોર્ટ જમા કરાવવામાં આવે. આ સાથે આયોગે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો 3 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો બંધારણની કલમ 338 હેઠળ મળેલી સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને અધિકારીઓને રૂબરૂ અથવા પ્રતિનિધિ મારફતે હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવશે.

આ અંગે વાત કરતા NCSC ના અધ્યક્ષ કિશોર મકવાણાએ સ્પષ્ટ કર્યું હતું કે, આયોગ અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારો અને સન્માનના રક્ષણ માટે પૂરી રીતે કટિબદ્ધ છે અને કોઈપણ સ્તરે જાતિ આધારિત અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પશ્ચિમ બંગાળમાં SC સમુદાય સામે વધી રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી અને મુખ્યમંત્રીની કથિત ટિપ્પણીને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આયોગના એક સત્તાવાર નિવેદન મુજબ, આ ટિપ્પણી માત્ર વાંધાજનક જ નથી પરંતુ SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1)(s) હેઠળ એક સજાપાત્ર ગુનો પણ બને છે.

આ ઘટના બાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ તેજ થઈ ગયા છે. ભાજપે આ મુદ્દે મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા આરોપ લગાવ્યો કે, ગરીબો અને વંચિતો માટે કામ કરવાનો દાવો કરતા મમતા બેનર્જીએ જ તે સમુદાયનું અપમાન કર્યું છે. તેમણે આને SC/ST એક્ટની કલમ 3(1)(x) હેઠળ ગુનો ગણાવીને TMC ને દલિત વિરોધી અને બંધારણ વિરોધી પાર્ટી ગણાવી છે. હાલ આ નોટિસ અને રાજકીય પ્રતિક્રિયાઓ બંગાળની ચૂંટણીમાં સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગયા છે.

Frequently Asked Questions

મમતા બેનર્જીને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) તરફથી કયા મુદ્દે નોટિસ મળી છે?

કોલકાતામાં એક ચૂંટણી રેલી દરમિયાન અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે કથિત રીતે અપમાનજનક શબ્દ વાપરવા બદલ NCSC એ મમતા બેનર્જીને નોટિસ ફટકારી છે.

NCSC એ આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શું માંગ્યું છે?

NCSC એ પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આ અંગેનો વિગતવાર રિપોર્ટ 3 દિવસની અંદર માંગ્યો છે.

જો 3 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે તો NCSC શું કાર્યવાહી કરશે?

જો 3 દિવસમાં સંતોષકારક જવાબ નહીં મળે, તો NCSC બંધારણની કલમ 338 હેઠળ મળેલી સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરીને અધિકારીઓને હાજર રહેવા માટે સમન્સ પાઠવી શકે છે.

ભાજપે મમતા બેનર્જી પર કયો આરોપ લગાવ્યો છે?

ભાજપે આરોપ લગાવ્યો છે કે મમતા બેનર્જીએ SC સમુદાયનું અપમાન કર્યું છે અને આ SC/ST એક્ટ હેઠળ સજાપાત્ર ગુનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget