શોધખોળ કરો
Advertisement
SCએ કહ્યું- MPમાં ફ્લોર ટેસ્ટ પર રાજ્યપાલનો આદેશ યોગ્ય હતો, કોગ્રેસની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તરફથી દાખલ અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ મહામારીના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં વીડિયો કોન્ફરસિંગ મારફતે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ કડીમાં સોમવારે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તરફથી દાખલ અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માર્ચમાં રાજ્યપાલ દ્ધારા ફ્લોર ટેસ્ટ આપવાનો આદેશ યોગ્ય હતો.
એવામા કોર્ટે અભિષેક મનુ સંઘવી તરફથી રજૂ કરેલી દલીલોને નકારી દીધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યપાલ આવો આદેશ આપી શકે નહીં એટલે કે સુપ્રીમ કોર્ટે કોગ્રેસની અરજી ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે, રાજ્યપાલે ફક્ત ફ્લોર ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. એક વિધાનસભામાં બે પ્રકારના રસ્તાઓ રહે છે જેમાં ફ્લોર ટેસ્ટ અને નો કોન્ફિડન્સ મોશન જ છે. કોર્ટે આ દરમિયાન રાજ્યપાલના અધિકારોને લઇને એક વિસ્તૃત આદેશ પણ જાહેર કર્યો હતો.
નોંધનીય છે કે મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડને રાજકીય ઘમાસાણ વચ્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો પરંતુ જ્યારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થઇ તો વિધાનસભા સ્પીકરે વિધાનસભાની કાર્યવાહી કોરોના વાયરસનના કારણે કેટલાક દિવસો સુધી ટાળી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion