શોધખોળ કરો
Advertisement
દેશના ભાજપ શાસિત આ મોટા રાજ્યએ માર્ચ સુધી સ્કૂલો બંધ કરી, જાણો વિગતે
સરકારે કહ્યું કે રાજ્યમાં હવે નવું શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરૂ થશે.
ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા શિવરાજ સરકારે શાળાઓને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે 31 માર્ચ, 2021 સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે રાજ્યમાં હવે નવું શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરૂ થશે.
જોકે ધોરણ-10 અને 12 વિદ્યાર્થીઓના રેગ્યુલર ક્લાસ શરૂ રહેશે. મધ્યપ્રદેશ સરકારના જણાવ્યા મુજબ, બોર્ડની 2021ની પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં બે વખત શાળામાં બોલાવી શકાશે. ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને અન્ય બાબતોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે શાળા શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ઈંદર સિંહ પરમાર અને મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બૈંસ સામેલ હતા. મુખ્યમંત્રી શિવારાજ સિંહે કહ્યું કે સ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં રૈડિકલ પરિવર્તન લાવવું છે, જેનાથી અહીંનું શિક્ષણ સર્વોત્તમ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં શિક્ષકોની બદલીની એક નવી પોલિસી બનાવવા પર પણ ચર્ચા થઈ હતી. આ પોલિસી મુજબ જે શિક્ષકો ખૂબ જ લાંબા સમયથી ગ્રામ્ય ક્ષેત્રમાં છે, તેમને મોટા સ્થળો પર અને શરૂઆતમાં તમામનું પોસ્ટિંગ કેટલાક વર્ષો માટે ગ્રામ્ય ક્ષેત્રમાં કરવામાં આવે.
મધ્યપ્રદેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 1324 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,11,698 સુધી પહોંચી છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના કારણે 14 લોકોના મોત થયા છે. અહીં કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 3,314 પર પહોંચી ગઈ છે.
સી.આર.પાટીલે અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તરીકે કોના નામ પર મારી મહોર ?
મોદી સરકારના મંત્રીએ કહ્યું, કેટલાક ઉદ્યોગપતિઓના ઈશારે કૃષિ સુધારણા કાયદા પાસ કરવામાં આવ્યા ? જાણો શું છે હક્કીત
10 ડિસેમ્બરે મોદી નવા સંસદ ભવનનો કરશે શિલાન્યાસ, જાણો કેવી છે વિશેષતા
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement