(Source: ECI/ABP News/ABP Majha)
Scientists : વૈજ્ઞાનિકોએ કેમ આપી ચામાચિડીયાથી દૂર રહેવા ચેતવણી? ફરી મચશે હાહાકાર!
ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.
Research on Bats : કોરોના રોગચાળાને લઈને એવું કહેવામાં આવે છે કે, તેની શરૂઆત ચામાચીડિયાના કારણે થઈ હતી. આ કારણથી વૈજ્ઞાનિકોએ ચામાચીડિયા પર કેટલાક સંશોધન કર્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં જો કોઈ રોગચાળો ફેલાય તો પણ તેની પાછળનું કારણ ચામાચીડિયા જ હશે. આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો મનુષ્યોને ચામાચીડિયાથી અંતર રાખવાની અપીલ કરી રહ્યા છે. કારણ કે, ભવિષ્યમાં જો તેમના દ્વારા કોઈ ખતરનાક વાયરસ ફેલાય છે તો તે સમગ્ર માનવ સભ્યતા માટે ખતરો બની રહેશે.
શું છે આ સંશોધન?
થોડા દિવસો પહેલા લેન્સેટ જર્નલમાં એક સંશોધન પ્રકાશિત થયું હતું, જેમાં એક વાત લખવામાં આવી હતી કે, જો વિશ્વને ભવિષ્યમાં કોરોના જેવી મહામારીથી બચવું હોય તો તેણે ચામાચીડિયાથી દૂર રહેવું જોઈએ. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, દુનિયાભરના દેશોએ પોતપોતાની જગ્યાએ એવો કાયદો ઘડવો જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ચામાચીડિયાનો શિકાર ન કરી શકે. ખાસ કરીને તે જ્યાં રહે છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના જઈ શકે નહીં.
ચામાચીડિયામાંથી કયા વાયરસ આવ્યા?
ચામાચીડિયા શરૂઆતથી જ કુખ્યાત છે. કારણ કે, તેઓ મનુષ્યોમાં ખતરનાક રોગો લાવે છે. ખાસ કરીને હડકવા, મારબર્ગ ફિલોવાયરસ, હેન્ડ્રા, નિપાહ પેરામિક્સોવાયરસ, મર્સ, કોરોના વાયરસ અને ઇબોલા જેવા ખતરનાક વાયરસ માત્ર ચામાચીડિયામાંથી જ આવ્યા છે. આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો ડરી ગયા છે અને દુનિયાને અપીલ કરી રહ્યા છે કે, માણસો ચામાચીડિયાથી જેટલું અંતર રાખશે તેટલું જ તેમના માટે સારું રહેશે.
શું તમે ચામાચીડિયાને મારવાનું વિચારી રહ્યા છો?
આ રિસર્ચ પછી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે, જો આવું છે તો માનવતાને બચાવવા માટે ચામાચીડિયાને કેમ ન મારી શકાય. પરંતુ નિષ્ણાતો આ સાથે સહમત નથી. આ એટલા માટે છે કારણ કે, ચામાચીડિયા આપણી પૃથ્વી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચામાચીડિયા જ મચ્છરો અને માખીઓને ખાય છે જે રાત્રે માણસોને પરેશાન કરે છે. આ સ્થિતિમાં જો તેઓ માર્યા ગયા તો પૃથ્વીનું સંતુલન ખોરવાઈ જશે, જે ભયાનક સાબિત થઈ શકે છે.
https://t.me/abpasmitaofficial
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )