કિક મારતા જ બેકાબૂ બની સ્કૂટી, કાચ તોડી ATMની અંદર ઘૂસી, Video વાયરલ
Viral Video: વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક બેકાબૂ સ્કૂટી કાચ તોડીને સીધી ATM પોઈન્ટની અંદર ઘૂસી જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે.
Scooty Accident Video: એક્સિડન્ટ સાથે જોડાયેલા તમામ ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આમાંની મોટાભાગની ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે અને આ વીડિયો હોશ ઉડાવી દે તેવા હોય છે. આવા વીડિયો ઓનલાઈન અપલોડ થતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક જગ્યાએ સીસીટીવી લગાવવામાં આવે છે. જેથી ફૂટેજની મદદથી ગુનાખોરી પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે. પરંતુ કેટલીકવાર વિચિત્ર ઘટનાઓના ફૂટેજ પણ સીસીટીવીમાં કેદ થઈ જાય છે.
Dantewada: पेट्रोल पंप में स्कूटी स्टार्ट कर रहा था युवक, ATM में जा घुसी मोपेड... वीडियो देखकर हंसी नहीं रोक पाएंगे pic.twitter.com/jQC4cYmSWY
— khabarwaad (@khabarwaad) March 20, 2023
દંતેવાડા જિલ્લાના બરસૂરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક પેટ્રોલ પંપ પર સ્કૂટી પર પેટ્રોલ નાખીને સ્કૂટી ચાલુ કરે છે. થોડી ભૂલને કારણે સ્કૂટી બેકાબૂ બની જાય છે અને કાચ તોડીને સામે ATMમાં ઘૂસી જાય છે. વાયરલ થઈ રહેલા આ સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે એક યુવક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરવાની કોશિશ કરે છે, તે સ્ટાર્ટ થતી નથી. યુવક તેને શરૂ કરવાનો સતત પ્રયાસ કરે છે. ત્યારે અચાનક સ્કૂટી સ્ટાર્ટ થાય છે અને એટીએમમાં ઘૂસી જાય છે. સદનસીબે, એટીએમમાં તે સમયે કોઈ હાજર નહોતું, જેના કારણે કોઈ દુર્ઘટના થઈ ન હતી. જો કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
વાયરલ વીડિયોમાં તમે જોયું કે એક યુવક સ્કૂટીને સતત કિક મારી રહ્યો છે જેથી તે સ્ટાર્ટ થઈ જાય, જો કે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમને કારણે તે સરળતાથી સ્ટાર્ટ થઈ શકતી ન હતી. યુવક સળંગ બે-ત્રણ વાર કિક મારે છે અને ચોથી કિક મારતા જ સ્કૂટી સ્ટાર્ટ થઈ જાય છે, પરંતુ ભૂલથી એક્સિલરેટર દબાવવાના કારણે સ્કૂટી બેફામ રીતે આગળ વધે છે અને કાચ તોડીને એટીએમમાં ઘૂસી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે તેના પર કોમેન્ટ કરીને તેને ફ્લાઈંગ સ્કૂટી અને ભૂતિયા સ્કૂટી ગણાવીને ઘણો આનંદ લઈ રહ્યા છે