શોધખોળ કરો

ગૂગલ પર પોર્ન સર્ચ કર્યું હશે તો પણ  હવે છેલ્લા 15 મિનિટની હિસ્ટ્રી કરી શકાશે ડિલીટ, જાણો

ગૂગલ પોતાના યૂઝર્સ માટે છેલ્લા 15 મિનિટમાં સર્ચ કરેલી હિસ્ટ્રીને તાત્કાલિક હટાવવા માટે નવી સુવિધા લઈને આવી રહ્યું છે. જેને યૂઝર્સની પ્રાઈવેસીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. 

નવી દિલ્હી: ગૂગલ પોતાના યૂઝર્સ માટે છેલ્લા 15 મિનિટમાં સર્ચ કરેલી હિસ્ટ્રીને તાત્કાલિક હટાવવા માટે નવી સુવિધા લઈને આવી રહ્યું છે. જેને યૂઝર્સની પ્રાઈવેસીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. 

યૂઝર્સને પોતાના ડેટા પર વધારે નિયંત્રણ રાખવાની સુવિધા આપનાર ગૂગલ બીજી ટેક કંપની બની ગઈ છે. જાન્યુઆરી 2020માં ફેસબૂકે જાહેરાત કરી હતી કે દુનિયાભરમાં તેમના યૂઝર્સ પાસે હવે એક ક્લિકમાં કામ કરતું 'ક્લિયર હિસ્ટ્રી' નામનું બટન હશે.

પ્રાઈવેસી સંબંધી ફીચર વધારવાની દિશામાં આગળ વધવાની એક કારણ એ પણ છે કે ગૂગલ અને ફેસબૂક જેવી ટેક કપંનીઓ પર યૂઝર્સની પ્રાઈવેસીને લઈને ઘણી વખત તપાસનો સામનો કરવો પડ્યો છે અને ઉપયોગકર્તા અને નિયામકો તરફથી તેમની પ્રાઈવેસી માટે યોગ્ય પગલા ભરવા માટે દબાણ પણ કરાયું છે.

ગૂગલે ડેવલપર્સ માટે પોતાની વાર્ષિક ગૂગલ આઈસો કૉન્ફરન્સમાં 'ક્વિક-ડિલીટ' સર્ચ હિસ્ટ્રી ફીચરની જાહેરાત કરી

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ગૂગલના વરિષ્ઠ ઉપાધ્યાક્ષ જેન ફિટ્ઝપૈટ્રિકે વર્ચ્યૂલ ઈવેન્ટમાં કહ્યું, 'અમે તમારી પ્રાઈવેટ જાણકારી ક્યારેક કોઈને નથી વેચતા.'

પોતાની ગૂગલ સર્ચ હિસ્ટ્રીને ક્વિક ડિલીટ કઈ રીતે કરશો ?

તમારી હાલની ગૂગલ સર્ચ હિસ્ટ્રીને બસ બે સ્ટેપમાં ક્વિક ડિલીટ કરી શકાય છે. બસ તેના માટે તમારી પાસે ગૂગલ એકાઉન્ટ હોવું જોઈએ.

સ્ટેપ 1- ગૂગલ એકાઉન્ટ પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરો. એક ડ્રોપ-ડાઉન મેનૂ જોવા મળશે.

સ્ટેપ 2- 'ડિલીટ લાસ્ટ 15 મિનિટ' પર ક્લિક કરો અને બસ તમારી સૌથી છેલ્લી હિસ્ટ્રી ગાયબ થઈ જશે.

બ્લૂમબર્ગની રિપોર્ટ મુજબ ગૂગલ ઈવેન્ટમાં પ્રાઈવેસી રિલેટેડ અન્ય સુવિધાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી અને જેમાં પાસવર્ડ સુરક્ષા અને એન્ડ્રોઈડ ઉપકરણો માટે ડેટા ઉપયોગ મંજૂરી સાથે જોડાયેલા ટૂલ સામેલ છે.

ફિટ્ઝપૈટ્રિકે જણાવ્યું હતું કે 'બીજું કોઈ આ પ્રકારની તકનીકી રીતે મજબૂત અને ચકાસી શકાય તેવી ગોપનીયતા સુવિધાઓ પ્રદાન નથી કરતું.'

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજી એક વિશાળ ટેક કંપની એપલે પોતાના આઈફોનને  ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની તૂલનામાં  વધુ સુરક્ષિત ડિવાઇસ તરીકે સ્થાપિત કરવામાં 'વર્ષો' લીધા છે.

યૂઝર્સ પ્રાઈવેસી માટે ટેક કંપનીઓ પહેલા પણ પગલા ભરી ચૂકી છે

મે 2019 માં, ગૂગલે વપરાશકર્તાઓની પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે ગુગલ સર્ચ ફંક્શનમાં ડેટા કંટ્રોલ  માટે ઘણી સુવિધાઓ ઉમેરી હતી. જો કે, ઘણા વપરાશકર્તાઓ તેમના નિયંત્રણ કરવાની સુવિધાને જાણતા નહી હોય પરંતુ હિસ્ટ્રીને હટાવવી યૂઝર્સની પ્રાઈવેસી સુરક્ષિત કરવાનો વધુ અસરકારક હશે.

2019 માં પ્રાઈવેસી  ફીચર્સની શરૂઆત કરતા  ગૂગલે એક બ્લોગમાં કહ્યું હતું, 'તમને તમારા  ગૂગલ એકાઉન્ટમાં લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એપ્લિકેશન પ્રવૃત્તિઓને  સરળતાથી ચાલુ / બંધ કરવાની સુવિધા મળેલી છે અને જો તમે ઇચ્છો તો તમામ ડેટા મેન્યુઅલી ડિલીટ પણ કરી શકો છો. આ વિકલ્પો ઉપરાંત, અમે ઓટો-ડિલીટની જાહેરાત  કરી રહ્યાં છીએ જે તમારા ડેટાને સંચાલિત કરવાનું વધુ સરળ બનાવે છે. '

બ્લોગમાં કહેવામાં આવ્યું હતું, 'ઓટો ડિલીટ કંટ્રોલની સાથે યૂઝર્સ એક સમય પસંદ કરી શકે છે તે પોતાના કેટલા સમય સુધીની ગતિવિધિઓ સાથે જોડાયેલો ડેટા ગૂગલ દ્વારા  કેટલા સમય સુધી રાખવા માંગે છે.  તે સમયગાળા પહેલાંનો કોઈપણ ડેટા આપમેળે તમારા એકાઉન્ટમાંથી હટી જશે. '

ઓટો-ડિલીટ કંટ્રોલ લોકેશન હિસ્ટ્રી અને વેબ અને એપ ગતિવિધિ સંબંધિત યૂઝર્સ ડેટાને હટાવવા માટે લાગૂ હતું.

જાન્યુઆરી 2020 માં, ફેસબુક પ્રમુખ માર્ક ઝુકરબર્ગે ' દશકની શરૂઆત તમને તમારી પ્રાઈવેસી પર અને નિયંત્રણની સાથે' શીર્ષકથી લખવામાં આવેલા એક બ્લોગમાં યૂઝર્સ હિસ્ટ્રી ડિલીટ કરવાના કેટલાક ઉપાય જણાવ્યા હતા. 

ઝુકરબર્ગે બ્લોગમાં જણાવ્યું હતું કે દુનિયાભરમાં તમામ યૂઝર્સ માટે  'ઓફ ફેસબુક  એક્ટિવિટી' નામનું એક ટૂલ ઉપલબ્ધ હશે. પહેલા આ ટૂલ ફક્ત આયર્લેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્પેન જેવા પસંદગીના દેશોમાં ઉપલબ્ધ હતું.

ઝુકરબર્ગે કહ્યું હતું, 'અન્ય વ્યવસાયો અમને પોતાની  સાઇટ્સ પર તમારી  ગતિવિધિઓ વિશેની માહિતી  મોકલે છે અને અમે તે માહિતીનો ઉપયોગ તમારા માટે  યોગ્ય જાહેરાતો બતાવવા માટે કરીએ છીએ.'

તેમણે વધુમાં કહ્યું કે, પરંતુ હવે ઓફ ફેસબુક એક્ટિવિટી  ટૂલ સાથે ' તમે એ જાણકારીની સમરી જોઈ શકો છો અને જો તમે ઈચ્છો તો તેને પોતાના એકાઉન્ટમાંથી હટાવી શકો છો. 

જ્યારે આ ટૂલને સૌ પ્રથમ 2019 માં રજૂ કરવામાં આવ્યું હતું  ત્યારે ફેસબુકએ કહ્યું હતું , 'જો તમે તમારી ફેસબુક એક્ટિવિટીને ડિલીટ  કરો છો તો અમે તમારી ઓળખ સંબંધી જાણકારી એ ડેટામાંથી હટાવી દેશું જેનો ઉપયોગ એપ અને વેબસાઈટ અમને મોકલવા માટે કરે છે. અમે એ નહી જાણી શકીએ કે તમે કઈ વેબસાઈટ ખોલી અથવા તમે ત્યાં શું જોયુ અમે તમારા તરફથી ડિસ્કનેક્ટ કરવામાં આવેલા કોઈપણ ડેટાનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા મેસેન્જર પર જાહેરખબર દર્શાવવા માટે નહી કરીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Embed widget