શોધખોળ કરો
Advertisement
દેશના ક્યા શહેરમાં ગટખા-પાન-મસાલાની દુકાન ખૂલતાં જ લાગી લાંબી લાઈન, મહિલાઓ પણ ઉમટી પડી, જાણો વિગત
પાન મસાલાના પેકેટ થેલા ભરીને લઈ જનારાઓમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી. પાન નસાલા ખરીદવા માટે જમા થયેલ ભીડે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.
લખનઉઃ લોકડાઉનમાં પાન મસાલાની પણ દુકાનો ખુલી ગઈ છે. અહીં પણ દારુની દુકાનો પર લાગેલ લાઈનોની જેવી જ સ્થિતિ છે. કાનપુરના ઘાટમપુરમાં દુકાનો પર પાન મસાલા ખરીદનારાઓનો આ નજારો કોઈને પણ આશ્ચર્યમાં મુકી શકે છે. આ લાઈનમાં માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ જોવા મળી હતી. અહીં ફિઝિકલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. પોલીસે ભીડને દૂર કરવાનો પ્રયત્ન કર્યો જોકે બાદમાં પોલીસ પણ વિતરણમાં મદદ કનવા લાગી ગઈ હતી.
કાનપુર ઘાટમપુર નગરના મંડી સમિતિ સ્થિત તળાવના કિનારે જાણીતી બ્રાન્ડવાળા પાન મસાલાની એજન્સી છે. છેલ્લાં ઘણાં દિવસોથી લોકડાઉનમાં પાન મસાલાનું વેચાણ બંધની વચ્ચે રાજ્ય સરકારના આદેશ પર આજે પ્રથમ વખત તમાકુ અને નિકોટીન ન હોય તેવી પાન મસાલા પ્રોડક્ટ પરથી પ્રતિબંધ હટાવ્યો હતો.
જાણકારી મળતા જ જથ્થાબંધ પાન મસાલાની દુકાન કુલતા જ પહેલા અનેક લોકોની ભીડ લાઈનમાં લાગી ગઈ હતી. રિટેલ દુકાનદારો અને પાન મસાલા ખાવાના શોખીનો બોરી લઈને લાઈનમાં ઉભા રહી ગયા હતા.
પાન મસાલાના પેકેટ થેલા ભરીને લઈ જનારાઓમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી. પાન નસાલા ખરીદવા માટે જમા થયેલ ભીડે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.
લાઇનમાં ઉભા રહેલ અડધાથી વધારે લોકોએ માસ્ક પણ મહેર્યા ન હતા. આ જાણકારી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભીડ વધારે હોવાને કારણે અંતે પોલીસે તેમને લાઈનમાં ઉભા રાખવાની ફરજ પડી હતી.
સવારે 9 થી 12 કલાક સુધી એજન્સી સંચાલકે જ્યાં સુધી પાન મસાલાનો સ્ટોક ખત્મ થવાની જાહેરાત ન કરી ત્યાં સુધી લાંબી લાઈનો લાગેલી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion