શોધખોળ કરો
Advertisement
પંજાબ: શૌર્ય ચક્ર વિજેતા રહેલા બલવિંદર સિંહની હત્યા, આતંકીઓ સાથે ઘણી વખત કરી ચૂક્યા હતા મુકાબલો
શૌર્ય ચક્રથી સમ્માનિત બલવિંદર સિંહની પંજાબના તરણ તારણ જિલ્લામાં અજાણ્યા હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે.
શૌર્ય ચક્રથી સમ્માનિત બલવિંદર સિંહની પંજાબના તરણ તારણ જિલ્લામાં અજાણ્યા હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. મોટર સાઈકલ પર સવાર હુમલાવરોએ બલવિંદર સિંહ પર એ સમયે હુમલો કર્યો જ્યારે તેઓ ભીખીવિંડ ગામમાં પોતાના ઘર પાસે આવેલી ઓફિસમાં હતા. આરોપીએ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
બલવિંદર સિંહ (62) ઘણા વર્ષો સુધી રાજ્યમાં આતંકવાદ સામે બહાદુરીથી લડતા રહ્યા અને આતંકવાદીઓએ પહેલા પણ તેમના પર ઘણા હુમલા કર્યા હતા.
સિંહના ભાઈ રંજીત સિંહે જણાવ્યું કે રાજ્ય સરકારે તરણ તારણ પોલીસની ભલામણથી એક વર્ષ પહેલા તેમની સુરક્ષા પરત લઈ લીધી હતી. તેમનો સમગ્ર પરિવાર આતંવાદીઓના નિશાના પર રહ્યો છે. રક્ષા મંત્રાલયે 1993માં સિંહને શૌર્ય ચક્રથી સમ્માનિત કર્યા હતા. તેમની બહાદુરી પર અનેક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion