શોધખોળ કરો
Advertisement
શિવસેનાનો PM મોદીને સવાલ, શું ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરાશે?
મુંબઈ: ભાજપાની સહયોગી પાર્ટી શિવસેનાએ મોદી સરકારને પાક પર સર્જિકલ સ્ટ્રાઈક મામલે પ્રશંસા છોડી ચીન તરફથી કરવામાં આવતી અથડામણ પર ધ્યાન આપવાની સલાહ આપી છે.
હાલમાં જ દિલ્લીમાં પૂર્વ સૈનિકની આત્મહત્યા બાદ તેમના પરિવારને મળવા પર કેજરીવાલ અન રાહુલ ગાંધીની અટકાયતનો વિરોધ કરનારી શિવસેનાએ ફરિ એક વાર ભાજપ પર નિશાન સાધ્યું છે.
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં ચીનની અથડામણ અને દાદાગિરીનો ઉલ્લેખ કરતા શિવસેનાએ કેંદ્ર સરકાર સામે સવાલ કર્યો કે શું ચીન પર પણ સર્જિકલ સ્ટ્રાઈક કરશે. સામનામાં પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈકની પ્રશંસા કરતા કહ્યું કે જે પાકિસ્તાનમાં થયું એ ચીનમાં થશે.
સામનાના સંપાદકીયમાં મોદી સરકાર પર સવાલો ઉઠાવતા લખવામાં આવ્યું છે કે આપણે ચીનના લેહ, લદાખ અને અરૂણાચલમાં અંદર સુધી અથડામણ પર કેમ ચૂપ છીએ. આ લેખમાં રક્ષામંક્ષી મનોહર પર્રિકર પર પણ નિશાન સાધતા લખવામાં સવાલ કરવામાં આવ્યો છે કે રક્ષામંત્રીએ જાણકારી આપવી જોઈએ કે શું ચીન પર અથડામણની કાર્યવાહી કરવામાં આવી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર શબ્દબાણ છોડી લોકો પાસે વાહવાહી કરવાની જગ્યાએ રક્ષામંત્રીએ ગંભીરતાથી સરહદોની સુરક્ષા પર વિચાર કરવો જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement