શોધખોળ કરો

Sanjay Raut: સંજય રાઉતે નીતિશ કુમારને લઈને કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું- બિહારના સીએમ અલગ નિર્ણય...

શિવસેના - યુબીટીના નેતા સંજય રાઉતે નીતિશ કુમારની સાથે સાથે કાશ્મીર, મણિપુર, લદ્દાખ અને બિહારની રાજનીતિ વિશે પણ વાત કરી.

Sanjay Raut slammed BJP: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે પત્રકાર પરિષદમાં દરમિયાન નીતિશ કુમારની સાથે કાશ્મીર, મણિપુર, લદ્દાખ અને બિહારની રાજનીતિ વિશે પણ વાત કરી. રાઉતે પહેલા ચીનની ઘૂસણખોરી અને કાશ્મીરની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા.

સંજય રાઉતે પહેલા કહ્યું કે કશ્યપ ઋષિના નામ પર કાશ્મીરનું નામ બદલવાની વાત થઈ રહી છે, પરંતુ લદ્દાખમાં ચીનની દખલગીરી વધી રહી છે. સવાલ એ ઉઠે છે કે જ્યારે ચીન લદ્દાખમાં ઘુસી ગયું છે તો તેની ચર્ચા કેમ નથી થઈ રહી? વડાપ્રધાન દેશની સુરક્ષાના ગંભીર મુદ્દાઓને નજરઅંદાજ કરીને દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. શું એ વાજબી છે કે ચીન લદ્દાખમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અને દેશના નેતાઓ તેના પર ધ્યાન નથી આપી રહ્યા?

સંજય રાઉતે કાશ્મીરને લઈને પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર અને લદ્દાખમાં ચીનની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. સવાલ એ થાય છે કે કલમ 370 હટાવ્યા બાદ સરકારે સુરક્ષાને લઈને શું પગલાં લીધાં છે? લદ્દાખની જમીન પર ચીનનો કબજો વધી રહ્યો છે, પરંતુ સરકાર માત્ર કાશ્મીરનું નામ બદલવાની વાત કરી રહી છે. શું સરકાર પાસે ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે કોઈ નક્કર યોજના છે?

નીતિશ કુમારની પાર્ટી પર ભાજપનું દબાણ

ભાજપ દ્વારા નીતિશ કુમારની પાર્ટીના દસ સાંસદોને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપ પર પાર્ટી તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એ ચિંતાનો વિષય છે કે ભાજપ તેના સાથી પક્ષો સાથે આ પ્રકારની રાજનીતિ કરી રહ્યું છે. નીતિશ કુમાર આ સ્થિતિથી નારાજ છે અને તેની અસર તેમની રાજનીતિ પર પડી શકે છે.

સંજય રાઉતે દાવો કર્યો હતો કે ભાજપ નીતિશ કુમારની પાર્ટીના 10 સાંસદોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ ભાજપનો ચહેરો છે, જે તેમની સાથે રહે છે, તેમની સાથે મિત્રતા ધરાવે છે, તેમને મદદ કરે છે અને તેમની સાથે બેઈમાન છે. અમારી પાસે સમાચાર છે કે જેડીયુના 10 સાંસદો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. એટલા માટે નીતીશ કુમાર જી ખૂબ જ પરેશાન છે અને કેટલાક અલગ નિર્ણય લઈ શકે છે.

મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ સાંસદોનું ભંગાણ

મહારાષ્ટ્રમાં પણ પાર્ટીના સાંસદોને તોડવાની ઘટનાઓ સામે આવી છે. શરદ પવારની પાર્ટીના સાંસદોમાં પણ મતભેદ જોવા મળ્યો છે. આ પ્રકારનું રાજકારણ દેશના લોકતાંત્રિક માળખાને નબળું પાડે છે. ભાજપ પર માત્ર સત્તા ખાતર સાથી પક્ષો તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રીય રાજકારણમાં અસ્થિરતા વધી રહી છે

દેશની રાજનીતિમાં અસ્થિરતા વધી રહી છે. લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી હોય, મણિપુરમાં વધી રહેલી હિંસા હોય કે નીતિશ કુમારની પાર્ટી પર દબાણ હોય, આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે સરકાર તેની પ્રાથમિકતાઓમાં નિષ્ફળ રહી છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક રાજકીય સ્થિરતા પર ગંભીર ધ્યાન આપવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget