શોધખોળ કરો
Advertisement
'લવ જેહાદ' માટે આ રાજ્યની સરકાર બનાવશે કડક કાયદો, થશે પાંચ વર્ષની સજા
આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ લવ જેહાદ વિરુદ્ધ મોટુ નિવેદન આપી ચૂક્યા છે, અને સ્પષ્ટ કરી દીધુ છે કે મધ્યપ્રદેશનમાં આવા કેસો સામે આવવાથી તેના પર કડકાઇથી કામ લેવામાં આવશે
ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ સરકાર લવ જેહાદ વિરુદ્ધ આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવવા જઇ રહી છે. ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આગામી વિધાનસભા સત્રમાં લવ જેહાદને લઇને બિલ લાવવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું કે લવ જેહાદમાં પાંચ વર્ષની સખત જેલની સજાની જોગવાઇ હશે, અને બિનજામીન પાત્ર કલમો અંતર્ગત કેસ દાખલ થશે. સાથે મદદ કરનારો પણ મુખ્ય આરોપીની જેમ જ ગુનેગાર ગણાશે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું જો કોઇ લગ્ન માટે સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે છે તો તેને એક મહિના પહેલા કલેક્ટરને અરજી કરવી જરૂરી રહેશે.
આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ લવ જેહાદ વિરુદ્ધ મોટુ નિવેદન આપી ચૂક્યા છે, અને સ્પષ્ટ કરી દીધુ છે કે મધ્યપ્રદેશનમાં આવા કેસો સામે આવવાથી તેના પર કડકાઇથી કામ લેવામાં આવશે. બહુ જલ્દી મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો અમલી બનાવવામાં આવશે. તેમને ગૃહ મંત્રાલયમાં ગૃહ વિભાગની એક હાઇ લેવલ મીટિંગ દરમિયાન મંત્રી અને ઓફિસરોની સાથે આ નક્કી કરવામાં આવ્યુ હતુ.
સીએમ શિવરાજ સિંહ ચૌહાણના લવ જેહાદ કાયદા બનાવવાની જાહેરાત બાદ મધ્યપ્રદેશ વિધાનસભાના પ્રૉટેમ સ્પીકરે આ દિશમાં એક કદમ આગળ વધરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને લવ જેહાદ કાયદો બનાવવાનુ ફોર્મેટ માંગ્યુ. રામેશ્વર શર્માનુ કહેવુ છે કે જે રીતે નામ બદલીને છોકરીને છેતરવામાં આવે છે, અને પછી તેની સાથે જે કંઇ થાય છે, આવામાં જરૂરી છે કે દેશભરમાં આ માટે એક સરખો કાયદો બને.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion