કોણ છે ભારતની આ યંગ ઓફિસર, જેણે UNમાં ઇમરાન ખાનની બોલતી કરી દીધી બંધ?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ પાકિસ્તાનને લગાવી ફટકાર, કહ્યું,પાકિસ્તાનનો આતંકવાદીઓને શરણું આપવાનો અને તેનું સમર્થન કરવાનો ઇતિહાસ રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબેએ કહ્યું કે, “ દુનિયાના દેશોને એવી જાણકારી છે કે, પાકિસ્તાનનો આતંકવાદીઓને શરણું આપવાનો અને તેનું સમર્થન કરવાનો ઇતિહાસ રહ્યો છે. આ જ તેની નીતિ છે. આ એક એવો દેશ છે. જેની ઓળખ વિશ્વ સ્તરે આતંકીઓના સમર્થક તરીકેની જ રહી છે.
કાશ્મીરને લઇને પાકિસ્તાન તેની નાપાક વિચારસરણી બદલવાનું નામ નથી લેતું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાષ્ટ્ર મહાસભામાં એક વખત ફરી કાશ્મીરનો રાગ આલોપ્યો છે. જો કે દરેક વખતની જેમ આ વખતે પણ તેને ભારત તરફથી મોટી ફટકાર મળી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ સ્નેહા દુબે બહુ ટૂંકમાં જ કહ્યું કે, આતંકવાદીઓનું ખુલ્લુ સમર્થન કરવાનું પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે.
સ્નેહા દુબેએ રાઇટ ટૂ રિપ્લાયનો ઉપયોગ કરતા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “ આ પહેલી વખત નથી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્લેટફોર્મનો ઉપયોગ મારા દેશના ખોટા અને દુર્ભાનાપૂર્ણ પ્રચાર કરવા માટે કર્યો છે. પાકિસ્તાનના નેતા આવું કરીને તેમના દેશની દુ:ખદ સ્થિતિથી દુનિયાનું ધ્યાન હટાવવાની કોશિશ કરે છે. પાકિસ્તાન એક એવો દેશ છે. જ્યાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરે છે. જ્યારે સામાન્ય નાગરિક અને ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયના લોકો સાથે અત્યાચાર કરવામાં આવે છે.
કોન છે સ્નેહા દુબે?
ઇમરાન ખાનને સમગ્ર દુનિયાની સામે તેમનું ચરિત્ર ખુલ્લુ કરનાર સ્નેહા દુબેએ પહેલા પ્રયાસમાં જ યૂપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી હતી. તે 2012 બેંચની મહિલા અધિકારી હતી. આઇએફએસ બન્યા બાદ તેમની નિમણુક વિદેશ મંત્રાલયમાં થઇ હતી. તેમને 2014માં ભારતીય દુતાવાસ મેડ્રિકમાં મોકલાવમાં આવી. હાલ સ્નેહા દુબે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રથમ સચિવ છે. આંતરરાષ્ટ્રીય મામલેમાં રસ હોવાની સાથે સ્નેહા દુબેએ ભારતીય વિદેશ સેવામાં સામેલ થવાનો નિર્ણય કર્યો. સ્નેહાએ જેએનયુમાં અભ્યાસ કર્યો છે. તેમણે જએનયુમાં એમ.એ. અને એમ.ફીલ કર્યું છે. તેમની પ્રાથમિક શિક્ષા ગોવામાં થઇ હતી. ત્યારબાદ તેમણે પૂણેની ફર્ગ્યુસન કોલેજથી સ્નાતક કર્યું. સ્નેહાના પરિવારના કોઇ પણ સભ્ય સિવિલ સેવામાં નથી.
આ રીતે ગોવા અને દિલ્લીની જવાહરલાલ યુનિવર્સિટીથી નીકળીને સ્નેહા દુબે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને દુશ્મન દેશની હકીકત પણ દુનિયાનની સામે નીડરતાથી રાખી રહી છે.