શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને કર્યો સીઝફાયરનો ભંગ, એક જવાન શહીદ
જોકે, ભારતીય જવાનો પણ પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યા છે.

કાશ્મીરઃ આતંકને પોષનાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં એકવાર ફરી સીઝફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. જોકે, ભારતીય જવાનો પણ પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યા છે. વાસ્તવમાં નૌશેરા સેક્ટરમાં સવારે 10 વાગ્યાથી ફાયરિંગ ચાલુ છે. પાકિસ્તાન આ વિસ્તારમાં થોડા થોડા સમયમાં ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનની સેના તરફથી નાના હથિયારોથી લઇને મોર્ટારથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટ્યા બાદ જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા તેમાં ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે. શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં લેન્ડલાઇન સેવા શરૂ કરી દેવાઇ છે.
એટલું જ નહી જમ્મુ, કઠુઆમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરી દેવાઇ છે. હાલમાં 2જી સર્વિસ જ એક્ટિવ કરાઇ છે. લોકો વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. સરકારી ઓફિસ આવતીકાલથી કામ કરવા લાગશે. સોમવારથી સ્કૂલ અને કોલેજો શરૂ થઇ જશે.Indian Army: Lance Naik Sandeep Thapa has lost his life in ceasefire violation by Pakistan in Nowshera Sector, Rajouri; firing underway. #JammuAndKashmir pic.twitter.com/guCG4i1hgj
— ANI (@ANI) August 17, 2019
વધુ વાંચો





















