ભારતીય રેલવેનુ સ્પેશ્યલ પેકેજ, સસ્તામાં ફરો કાશ્મીર ઘાટી ને સાથે મળશે ફ્રીમાં કેટલીય સગવડો, જાણો Tour Package
અહીં યાત્રા કુલ 7 દિવસની અને 8 રાતની રહેશે. આ આખી યાત્રામાં તમને શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગાંમ અને જમ્મુ-કાશ્મીર ફરવાનો મોકો મળશે.
IRCTC Kashmir Delight Package: વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, અને ભાગ્યેજ કોઇ એવુ હશે તેને કાશ્મીરની સુંદર વાદીઓમાં જવાનુ મન ના થાય. કાશ્મીર માત્ર ભારત જ નહીં પરંતુ ધરતી પરનુ સ્વર્ગ મનાય છે. દર વર્ષે અહીં લાખો સહેલાણીઓ સુંદર વાદીઓ અને ઘાટીઓનો નજારો જોવા આવે છે, તમે પણ જો અત્યારે આ સુંદર નજારો જોવા અને વેકેશન એન્જૉય કરવા કાશ્મીર જવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો રેવલે આપી રહ્યું છે.
કેટલા દિવસની છે યાત્રાને ક્યાંથી શરૂ થશે -
ભારતીય રેલવે એટલે કે આઇઆરસીટીસીએ કાશ્મીર ફરવા માટે એક શાનદાર પેકેજ લૉન્ચ કર્યુ છે. આ પેકેજનુ નામ છે કાશ્મીર ડિલાઇટ એક્સ બાગડૉગરા. ભારતીય રેલવેના ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા અપના દેશ અભિયાન અંતર્ગત Kashmir Delight નામનુ એક પેકેજ શરૂ કર્યુ છે. આ પેકેજમાં યાત્રીઓને કાશ્મીરની કેટલીય સુંદર જગ્યાઓ પર ફરવાનો મોકો મળશે.
અહીં યાત્રા કુલ 7 દિવસની અને 8 રાતની રહેશે. આ આખી યાત્રામાં તમને શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગાંમ અને જમ્મુ-કાશ્મીર ફરવાનો મોકો મળશે. આ ઓફર 20 જૂન 2022 થી શરૂ થઇને 27 જૂન 2022 સુધી ચાલેશે. સૌથી પહેલા દાર્જલિંગના બાગડોગરાથી ફ્લાઇટ પકડીને યાત્રી શ્રીનગર પહોંચશે. આ પછી તેની યાત્રા શરૂ થઇ જશે. આ આખી યાત્રામાં સહેલાણીઓને જવા અને આવવાની ફ્લાઇટની સુવિધા મળશે. આ ટિકીટ Economy ક્લાસની હશે. આની સાથે જ તમને દરેક જગ્યાએ લક્ઝરી હૉટલ રોકાવવાની સુવિધા મળશે.
શું શું મળશે સગવડો -
દરરોજ તમને બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળશે. આની સાથે જ ફરવાના સમયે તમને દરેક જગ્યાએ જવા આવવા માટે બસની સુવિધા પણ મળશે. યાત્રીઓના સફરમાં તેમની સાથે ટૂર મેનેજર હાજર રહેશે. આ ઉપરાંત યાત્રીઓને માતા વૈષ્ણો દેવી મંદિર પણ ફરવાનો મોકો મળશે. 26 જૂને યાત્રી પોતાની માતા વૈષ્ણો દેવીની યાત્રા શરૂ કરશે. આ પછી તે ફ્લાઇટથી 27 જૂને શ્રીનગરથી બાગડોગરા પાછા આવી જશે.
શું છે ટૂરનું પેકેજ -
આ પેકેજમાં યાત્રીની સંખ્યા અનુસાર, તમને ફી આપવી પડશે. એકલાયાત્રા કરવા પર તમારે 55,110 રૂપિયા ચૂકવવા પડશે, વળી બે લોકોને 40,710 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી આપવી પડશે. ત્રણ વ્યક્તિ લોકોને પ્રતિ વ્યક્તિ 39,780 રૂપિયાની ફી ભરવી પડશે. બાળકો માટે તમારે અલગથી ફી ભરવાની રહેશે.