શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના! વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Srikakulam temple stampede: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર એકાદશીના પવિત્ર દિવસે એક મોટી દુર્ઘટનાનું કેન્દ્ર બન્યું છે. શનિવારના રોજ કાશીબુગ્ગા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં ભારે ભાગદોડ મચી જતાં નવ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુ:ખદ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને વહીવટી અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા તથા ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવાનો તાત્કાલિક નિર્દેશ આપ્યો છે. સરકારે આ અકસ્માતની સઘન તપાસના આદેશો પણ આપ્યા છે.
ભાગદોડ પાછળનું કારણ અને ઘટનાક્રમ
અહેવાલો અનુસાર, કાર્તિક મહિનાના પવિત્ર એકાદશીના પર્વ નિમિત્તે શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. શ્રદ્ધાળુઓની ભીડ એટલી હદે વધી ગઈ કે સ્થાનિક વહીવટીતંત્ર અને મંદિર વ્યવસ્થાપન પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં અસફળ રહ્યા. અચાનક ધક્કામુક્કી શરૂ થઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. ભક્તો એકબીજા પર પડવા લાગ્યા, જેનાથી ગભરાટ અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું.
ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి…
— N Chandrababu Naidu (@ncbn) November 1, 2025
મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી દ્વારા શોક અને સૂચના
આ દુર્ભાગ્યપૂર્ણ જાનહાનિ પર મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, "કાશીબુગ્ગામાં વેંકટેશ્વર મંદિરમાં થયેલી ભાગદોડ અત્યંત દુઃખદ છે. જાનહાનિ હૃદયદ્રાવક છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું." તેમણે ઘાયલોને તાત્કાલિક અને સારી તબીબી સંભાળ પૂરી પાડવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓને સ્થળ પર પહોંચીને રાહત અને પુનર્વસન પ્રયાસોનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી નારા લોકેશે પણ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, "ભાગદોડ, જેમાં ઘણા ભક્તોના મોત થયા હતા, તે એકાદશી પરની એક મોટી દુર્ઘટના હતી. અમારી સરકાર ઘાયલ થયેલા લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડી રહી છે." તેમણે માહિતી મળતાં જ અધિકારીઓ, જિલ્લા મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સાથે વાતચીત કરીને પીડિતોને તાત્કાલિક સહાય આપવાનો આદેશ આપ્યો હતો.





















