Tushar Kansal: નાની ઉંમરમાં સફળતાના શિખરો સર કેરી આ બિઝનેસમેન હજારો લોકોને આપી રહ્યા છે સફળતાની ચાવી
Tushar Kansal: આજની ગળાકાપ સ્પર્ધાના યુગમાં સૌ કોઈ આર્થિક રીતે સદ્ધર બનવા રાત દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આધ્યાત્મિક ઉન્નતિને પોતાનું અંતિમ લક્ષ્ય માને છે.
Tushar Kansal: આજની ગળાકાપ સ્પર્ધાના યુગમાં સૌ કોઈ આર્થિક રીતે સદ્ધર બનવા રાત દિવસ મહેનત કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આધ્યાત્મિક ઉન્નતિને પોતાનું અંતિમ લક્ષ્ય માને છે. આજે અમે તમને એક એવા જ ઉદ્યોગસાહસિકની વાત કરીશું જેઓ બિઝનેસની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિમાં પણ અગ્રેસર છે. આ ઉદ્યોગપતિનું નામ છે તુષાર કંસલ. જેમનો જન્મ 12 સપ્ટેમ્બર, 1976ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમા થયો હતો.
અલગ અલગ કંપનીઓમાં સારી પોસ્ટ પર નોકરી કરી
નાનપણથી જ તુષારભાઈને ગાયનનો ખૂબ શોખ હતો. એમના મિત્રમંડળમાં અને પરિવારમાં એમનું હુલામણું નામ તાનસેન રાખવામાં આવ્યું. એમની કારકિર્દીની વાત કરીએ તો એમણે છેલ્લાં વીસ વર્ષોમાં અલગ અલગ કંપનીઓમાં સારી પોસ્ટ પર નોકરી કરી છે. આ કંપનીઓમાં ડીલોઈટ એન્ડ તુશે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, એરસેલ, સીસ્ટમા, ડીએલઆઈ, અને બીજી નામાંકિત કંપનીઓનો સમાવેશ થાય છે.
એક હજારથી પણ વધારે વૈશ્વિક રોકાણકારો સાથે ભાગીદારી
2013માં એમણે ઇન્ડુસ B2C ગ્લોબલ કંપનીની સ્થાપના કરી હતી જે હેર એક્સટેનશન્સનું નિર્માણ કરતી હતી. જોકે આ ઉદ્યોગમાં અનુભવના અભાવે તેમને નિષ્ફ્ળતાનો સામનો કરવો પડ્યો હતો. પણ એમણે હાર માન્યા વિના કંસલટન્સી વેન્ચર્સની સ્થાપના કરી. કંસલટન્સી વેન્ચર્સની સ્થાપના પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો નવા ઉદ્યોગસાહસિકોને મદદ કરવાનો. આ કંપની નવા ઉદ્યોગસાહસિકોને કેવી રીતે રોકાણકારોને મળવું, અને કેવી રીતે ફન્ડિંગ મેળવવું અને બીજી અનેક ઉદ્યોગલક્ષી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. આજે કંસલટન્સી વેન્ચર્સ સાથે એક હજારથી પણ વધારે વૈશ્વિક રોકાણકારો સાથે ભાગીદારી છે. એમણે પાંચ હજારથી પણ વધારે સ્ટાર્ટઅપ કંપનીઓને દિશાનિર્દેશ અને માર્ગદર્શન આપ્યું છે.
તુષાર કંસલ બિઝનેસની સાથે સાથે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રાખે છે
દિગ્ગજ કંપનીઓ અને વિશ્વવિદ્યાલયોમાં તેમને આમંત્રિત કરવામાં આવે છે. જેથી તેઓ કર્મચારીઓ અને વિધાર્થીઓને ઉદ્યોગ કેન્દ્રિત સાહસ કેન્દ્રિત, અને નીતિ-કેન્દ્રિત માર્ગદર્શન પૂરું પાડી શકે. તેઓ આજે મોટીવેશનલ સ્પીકર, લાઈફ કોચ, અને ફાઇનાન્સિયલ વિઝાર્ડ તરીકે નામના મેળવી ચૂક્યાં છે. અંગત જીવનની વાત કરીએ તો તુષાર કંસલના પત્ની પૂજા કંસલ પણ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને વિવિધ કંપનીઓમાં સારા પદો પર નોકરી ચૂક્યાં છે. ફક્ત 29 વર્ષની વયે તેઓ એસબીઆઈ કેપિટલના સૌથી યુવાન વાઇસ પ્રે્સિડન્ટ તરીકે નિમણુંક પામ્યા હતા. તુષાર કંસલ બિઝનેસની સાથે સાથે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રાખે છે. એમની આ યાત્રામાં તેઓ સદગુરુ, શિવાનીદીદી, શ્રી શ્રી રવિશંકર, એખર્ટ ટોલે, થીક ન્હાત હંહ, ઇસ્કોન, લી કૂન યુ લોકોને તેમના આદર્શ માને છે.