શોધખોળ કરો
Advertisement
સુનંદા પુષ્કર કેસ: શશિ થરૂરની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, જાણો વિગતે
સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ કૉંગ્રેસ નેતા શશી થરૂર વિરૂદ્ધ સુનંદા પુષ્કર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવાની અપીલ કરી છે.
નવી દિલ્હી: સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ કૉંગ્રેસ નેતા શશી થરૂર વિરૂદ્ધ સુનંદા પુષ્કર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે થરૂર વિરૂદ્ધ આઇપીસીની કલમ 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે.
દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું, શશિ થરૂર સામે આઈપીસી ઘારા 498A તેમજ 306 અંતર્ગત આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો ચલાવવો જોઈએ. આ મામલે દિલ્હી પોલીસ કોર્ટમાં પોતાનો પક્ષ રાખી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચર્ચા 17 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ની રાત્રે દિલ્હીની એક હોટલના રૂમમાંથી મૃત મળી હતી. આ સમયે શશિ થરૂરના સરકારી બંગલોનું કામ ચાલુ હતું. એટલા માટે તેઓ હોટલમાં રોકાયા હતા. પોલીસે આ મામલે શશિ થરૂર સામે 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કર્યો. હાલમાં થરૂર જામીન પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion