શોધખોળ કરો
SCએ પૂછ્યું- ‘શહાબુદ્દીનને તિહાડ જેલ કેમ શિફ્ટ કરવામાં ન આવે’

નવી દિલ્લી: બિહારના બાહુબલી અને રાજદના પૂર્વ સાંસદ શહાબુદ્દીનને દિલ્લીની તિહાડ જેલમાં શિફ્ટ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે સૂનવણી કરતા બિહાર સરકાર અને કેંદ્ર સરકારને નોટિસ મોકલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાની આગામી સૂનવણી હવે 28 નવેમ્બરે થશે. સીવાનમાં હિન્દુસ્તાનના દિવંગત પત્રકાર રાજદેવની પત્ની આશા રંજનની અરજી પર આ મામલાની સૂનવણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પટણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા પછી જ્યારે જામીનને સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, ત્યારથી બે પીડિત પક્ષ પત્રકાર રાજદેવ રંજનની પત્ની આશા રંજન અને વેપારી ચંદા બાબૂએ શહાબુદ્દીનને સીવાન જેલથી શિફ્ટ કરી દિલ્લીની તિહાડ જેલમાં મોકલવાની અરજી કરી હતી. આ અરજી પર સૂનવણી કરતા સુપ્રીમ કોર્ટે સોમવારે શહાબુદ્દીન, બિહાર સરકાર અને કેંદ્ર સરકારને નોટિસ મોકલી હતી. સુપ્રીમ કોર્ટે આજે આ મામલામાં આ નિર્ણય સંભળાવ્યો છે. આશા રંજનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ સાંસદ શહાબુદ્દીન સીવાનમાં હોવાના કારણે સાક્ષીઓને ખતરો છે, જ્યારે ચંદા બાબૂ તરફથી જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે પણ અરજી દાખલ કરી શહાબુદ્દીનને સીવાન અને બિહારથી બહાર કરવાની અપીલ કરવામાં આવી છે.
વધુ વાંચો























