શોધખોળ કરો
Advertisement
ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, સરકારને આપવા પડશે 92 હજાર કરોડ
સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ કેટલા સમયમાં આપવી તે કોર્ટ નક્કી કરશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ટેલિકોમ વિભાગની અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. ટેલિકોમ કંપનીઓએ ટેલિકોમ વિભાગના 92 હજાર કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ આપવી પડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ કેટલા સમયમાં આપવી તે કોર્ટ નક્કી કરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, AGR એટલે કે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુમાં લાઇસન્સ ફીસ અને સ્પેક્ટ્રમ ઉપયોગ સિવાય અન્ય આવક પણ સામેલ છે. જેમાં કેપિટલ એસેસ્ટનું વેચાણ પર લાભ અને વીમા ક્લેમ AGRનો હિસ્સો નહી હોય. ટેલિકોમ કંપનીઓએ આ માટે છ મહિના માંગ્યા હતા. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે આઠ ટેલિકોમ કંપનીઓને તેમના પર બાકી 92 હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવાના નિર્દેશ આપ્યા હતા. આ રકમની સાથે ટેલિકોમ કંપનીઓને પેનલ્ટી પણ આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગના પક્ષમાં નિર્ણય આપતા કહ્યું કે ટેલિકોમ કંપનીઓએ એક નક્કી સમયગાળામાં બાકી રકમ સરકારને આપવી પડશે. કોર્ટે આ માટે કંપનીઓને છ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે આ મામલામાં ટૂંક સમયમાં અલગથી આદેશ આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement